MALIYA (Miyana):માળીયા(મી)માં રહેણાંકમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
માળીયા(મી)માં રહેણાંકમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
મોરબી એસઓજી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે માળીયા મીયાણા ટાઉન વિસ્તારની માલાણીશેરીના રહેણાંક મકાનમાંથી નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજો ૩ કિલો ૯૩૦ ગ્રામના જથ્થા સાથે એક ઇસમને પકડી લેવામાં આવ્યો છે
મોરબી એસઓજી એ.એસ.આઇ. મદારસિંહ માલુભા મોરી તથા ફારૂકભાઇ યાકુબભાઇને સંયુક્ત રીતે ખાનગી બાતમી હકિકત મળેલ કે, વલીમોહમદ શેરમોહમદ મોવર પોતાના કબજા ભોગવટાવાળા રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે. તેવી મળેલ બાતમી આધારે એસઓજી પોલીસ ટીમે માળીયા(મી) સ્થિત માલાણી શેરીના રહેણાંકમાં રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન આરોપીના રહેણાંક મકાનમાં ઝડતી તપાસ કરતા નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન ૩ કિલો ૯૩૦ ગ્રામ જેની કિ.રૂ.૩૯,૩૦૦ /- મળી આવ્યો હતો, જેથી આરોપી વલીમોહમદ શેરમોહમદ મોવર ઉવ.૨૧ રહે. માલાણીશેરી સંધવાણીવાસ માળીયા(મી) મુળ રહે. જુના હંજીયાસર તા.માળીયાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી, પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછતાછમાં અન્ય એક આરોપી અસ્લમ રફીકભાઇ માણેક રહે.ઉન પાટીયા સુરતવાળો આ ગુનામાં સંડોવાયેલ હોય જેથી તેને ફરાર દર્શાવી તેની શોધખોળ શરૂ કરી છે. એસઓજી પોલીસે સ્તગલ ઉઓરથી ગાંજાનો જથ્થો તેમજ એક મોબાઇલ સહિત કુલ રૂ.૪૪,૩૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બંને આરોપીઓ સામે માળીયા(મી)પોલીસ મથકમાં એનડીપીએસ ની કલમ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.