BANASKANTHAGUJARATPALANPUR

વડગામ હાઈસ્કૂલ ના ભુતપૂર્વ વિધાર્થીઓનો ભાવદશૅન કાર્યક્રમ યોજાયો

22 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

રવિવાર તારીખ 22,મી ડીસેમ્બર 2024ના રોજ વડગામ ખાતે વષૅ. 1978-79 માં અભ્યાસ કરનાર નવયુગ વિદ્યાલય તથા વિ.જે.પટેલ હાઈસ્કૂલ ના ભુતપૂર્વ વિધાર્થીઓનો ભાવદશૅન કાર્યક્રમ વડગામ વિભાગીય માધ્યમીક કેળવણી મંડળ પ્રમુખ આર.વી. પટેલ ની અધ્યક્ષતા માં તથા ઉપપ્રમુખ જશુભાઈ રાવલ, મંત્રી લક્ષ્મણભાઈ સીરવી ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આચાર્ય રાકેશભાઈ પ્રજાપતિ અને સ્ટાફ પરિવારે તમામ ભુતપૂર્વ વિધાર્થીઓને કુમકુમ તિલક કરી, પુષ્પગુચ્છ તથા ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. ભુતપૂર્વ વિધાર્થીઓના ભાવદશૅન કાર્યક્રમ ના મુખ્ય આયોજક વિજયભાઈ પટેલ
સુબોધભાઈ મોદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. પ્રમુખ રામજીભાઈ પટેલ, જશુભાઈ રાવલ, લક્ષ્મણભાઈ સીરવી એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. પુષ્કરભાઈ ગોસ્વામી જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!