GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વધુ એક સ્પા પાર્લરની આડમાં કુટણખાનું ઝડપાયું 

MORBI:મોરબીમાં વધુ એક સ્પા પાર્લરની આડમાં કુટણખાનું ઝડપાયું

 

 

મોરબી-વાંકાનેર હાઇવે રોડ ઉપર વિશાલ ફર્નિચરની પાછળ આવેલ ક્રિસ્ટલ સ્પા મસાજ પાર્લરમાં બહારથી મહિલાઓ બોલાવી દેહ વિક્રયની પ્રવૃત્તિમાં સ્પામાં આવતા ગ્રાહકોને શરીર સુખ માણવાની તમામ સુવિધાઓ પુરી પાડી ચલાવવામાં આવતા દેહ વ્યાપારના ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે

મોરબી બી ડિવિઝન પોલીસને મળેલ બાતમીને આધારે મોરબી વાકાનેર નેશનલ હાઇવે વિશાલ ફર્નિચર પાછળ આવેલ ક્રિસ્ટલ સ્પા એન્ડ મસાજ પાર્લરમાં દરોડો પાડવામાં આવ્યો હતો, પોલીસના દરોડા દરમિયાન ઉપરોક્ત ક્રિસ્ટલ સ્પા એન્ડ મસાજ સ્પામાં ગેરકાયદેસર રીતે દેહવ્યપારના લાયસન્સ વગર બહારથી મહિલાઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સાધન/સગવડો પુરી પાડી કુટણખાનું ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું, જેથી દરોડા દરમિયાન હજાર સ્પા મસાજ પાર્લરના સંચાલક આરોપી ભાવેશભાઇ હિમંતભાઇ કાતરીયા ઉવ.૨૩ ધંધો.સ્પામા નોકરી રહે.હાલ.ક્રિસ્ટલ સ્પામાં મોરબી-૨ મૂળરહે.ગામ જોલાપુર તા.રાજુલા જી.અમરેલી તથા ભલાભાઇ રણછોડભાઇ ભીલ ઉવ.૨૯ ધંધો.સ્પામા નોકરી રહે.હાલ ક્રિસ્ટલ સ્પામા મોરબી-૨ મુળ રહે.હિન્ડોરના તા.રાજુલા જી.અમરેલીવાળાની અટકાયત કરવામાં આવી છે, પોલીસે સ્થળ ઉપરથી શરીર સુખ માણવા ઉપયોગમાં લેવામાં આવતા સાધનો તથા રોકડા ૩,૫૦૦/-તેમજ બે મોબાઇલ કિ.૫૫ હજાર સહિત કુલ ૫૮,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. બીજી બાજુ પકડાયેલ બંને આરોપીની પૂછતાછમાં આરોપી મોરબીનો રહેવાસી પ્રસાંતભાઇ કેશુભાઇ કેશુર નામનો ઈસમ આ દેહવ્યાપારના ગોરખધંધામાં સંડોવાયેલ હોય જે હાજર નહીં મળી આવતા તેને વોન્ટેડ દર્શાવી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસે ત્રણ આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!