GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: શાપર સામુહિક આરોગ્ય કેન્દ્રના આરોગ્યકર્મીઓની ગંભીર બેદરકારી બદલ કડક પગલાં લેવાયા

તા.૩૧/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગત તા. ૨૮ ડિસેમ્બરના રોજ શાપર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બનેલી ઘટનાના સમાચાર સોશિયલ મીડીયામાં વાઇરલ થયા હતાં. જેના સંદર્ભે મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારીશ્રીએ તા. ૩૦ ડિસેમ્બરને સોમવારે શાપર સામુહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડન્ટ, ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેકનીશિયન અને બે આયુર્વેદિક ઇંટર્નને બોલાવીને રુબરુ ચર્ચા કરી હતી. જેમાં ધ્યાનમાં આવ્યું કે વિડીયોમાં જે બેદરકારી જોવા મળેલી છે, તે ગંભીર બાબત છે. તેને ધ્યાને લઇને શાપર સામુહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડન્ટશ્રીને કારણદર્શક નોટીસ આપી ખુલાસો માંગવામાં આવેલો છે. તેમને ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તે માટે તાકીદ કરવામાં આવી છે. બે આયુર્વેદિક ઇંટર્નને સ્થળ બદલવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ આઉટસોર્સિંગ એજન્સીમાંથી કામ કરતા ફાર્માસિસ્ટ તથા લેબોરેટરી ટેકનીશિયનને દોષીત ગણીને આઉટસોર્સિંગ એજન્સીને જાણ કરી તેમને છુટા કરવા કાર્યવાહી કરવામાં આવેલી છે. તેમ રાજકોટ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!