TANKARA:ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રાકૃતિક ખેતી અને ગોપાલન વિષય પર એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું
TANKARA ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રાકૃતિક ખેતી અને ગોપાલન વિષય પર એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું
ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રાકૃતિક ખેતી અને ગોપાલન વિષય પર એક શિબિરનું આયોજન કરવામાં આવેલ. આ ગામ હજુ ખરા અર્થમાં ખેડૂતોનું ગામ છે. ૫૦ % થી વધુ ગ્રામજનો ગોપાલન કરે છે. રાત્રે ઠંડીમાં પણ ૮૫ જેટલા બહેનો તથા ૫૦ થી વધુ ભાઇઓએ શિબિરનો લાભ લીધો.
આ તકે મોરબી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ તથા ગૌશાળા સંચાલક શ્રી જીલેશભાઇ કાલરિયા, નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક શ્રી સરડવાસાહેબ, ગોપાલન નિષ્ણાત તથા લેખક શ્રી પ્રાણજીવન કાલરિયા, ગાયત્રી પરિવાર મોરબીના શ્રી મણીભાઈ ગડારાએ ખેડૂતો તથા ગોપાલકોને ઉપયોગી માર્ગદર્શન આપેલ. પ્રાણજીવન કાલરિયાએ હાજર બહેનોને કીચનગાર્ડન માટે પાંચ પ્રકારના શાકભાજીના બીજનું કીટ આપી બહેનોને ઘરે ઝેર મુક્ત શાકભાજી તૈયાર કરી ખાવા માટે પ્રેરણા આપી હતી.પ્રાકૃતિક ખેતી અને ગૌમાતાને બચાવવા માટે ગામેગામ આવા આયોજનોની તાતી જરૂરિયાત છે. મોરબી જિલ્લામાં આવા આયોજન તથા વધુ માહિતી માટે 9426232400 પર ફોન કે વોટ્સએપ કરવો.
– પ્રાણજીવન કાલરિયા, મોરબી