હાલોલ- જીઆઈડીસી વિસ્તારમા બીજા દિવસે પણ પ્લાસ્ટિક એકમો પર દરોડા યથાવત,250 ટનનો જથ્થો જપ્ત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૧.૨૦૨૫
હાલોલના ઔધોગિક વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિક કેરીબેગનું ઉત્પન્ન કરતી ફેકટરીઓમાં 120 માઇક્રોન થી ઓછા માઇક્રોન વળી પ્રતિબંધિત કેરીબેગ ( સિંગલ યુઝ ) નું ઉત્પન્ન કરતી કંપનીઓ માં સોમવાર ના રોજ થી શરૂ થયેલ કામગીરી આજે મંગળવાર ના રોજ ચાલુ રહી હતી જેમાં મંગળવારના રોજ જીઆઇડીસીમાં આવેલ વિનાયક એસ્ટેટ સાથરોટા ખાતે આવેલ પાંચ કંપનીઓમાં ચેકિંગની કામગીરી હાથ ધરાતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 250,ટન જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે હાલોલ નગર પાલિકાના મુખ્ય અધિકારી ની આગેવાનીમાં હાલોલ મામલતદાર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ હાલોલ પોલીસ ની ટીમે સંયુક્ત રીતે બીજા દિવસે પણ ચેકિંગની કામગીરી ચાલુ રાખેલ છે જેમાં ઝડપી પાડેલ પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાને હાલોલ પાલીકા ભવન ની બાજુમાં આવેલ કોમ્યુનીટી હોલ ખાતે એકત્રિત કર્યો હતો.આ કામગીરી અંગે પાલીકાના ચીફ ઓફિસર સાથે વાત કરતા જણાવ્યું હતું. કે આજે બીજા દિવસે પણ સંયુક્ત ટીમો બનાવી જીઆઇડીસી માં આવેલ વિનાયક એસ્ટેટ ખાતે પાંચ કંપનીઓમાં દિવસ દરમિયાન ચેકિંગની કામગીરી હાથ ધરાતા વધુ 250, ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે તેમને વધુમાં જણાવ્યું હતું કે જો કે બે દિવસની કામગીરીમાં કુલ મળી 650, ટન જેની અંદાજિત કિંમત 11, કરોડ 70,લાખ રૂપિયાનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે આજના દિવસમાં જે પાંચ કંપનીઓમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપાયો છે તે તમામ કંપનીઓને ક્લોઝર નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.