ARAVALLIGUJARATMODASA

સર પી ટી સાયન્સ કોલેજ મોડાસા ખાતે બેટી બચાવો,બેટી પઢાવો અંતર્ગત જાગૃતિ સેમીનાર કરવામાં આવ્યો*

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

*સર પી ટી સાયન્સ કોલેજ મોડાસા ખાતે બેટી બચાવો,બેટી પઢાવો અંતર્ગત જાગૃતિ સેમીનાર કરવામાં આવ્યો*

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે એનએસએસ અને cwdc અંતર્ગત મહિલા બાળ અધિકારીની કચેરી અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં બેટી બચાવો બેટી પઢાવો વિષય પર વિદ્યાર્થીનીઓને ક્વિઝ સ્પર્ધા કરવામાં આવી હતી. ક્વિઝ કોમ્પેટીશનમાં પ્રથમ ,દ્રિતીય,તૃતીય ક્રમે આવનાર ટીમને મહેમાનો હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં મહિલા બાળ વિકાસ અધિકારી હસીનાબેન મન્સૂરી અને કચેરીમાંથી વિક્રમભાઈ શેખ તેમજ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લીના કોર્ડીનેટર ચંદનબેન પટેલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન CWDCના કન્વીનર ડો. વંદનાબેન પટેલ, એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર અનુરાધા ચૌધરી અને ડો.ગીતાબેન બારીયા દ્વારા કોલેજના પ્રિન્સિપાલ ડો. કે પી પટેલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતો.

Back to top button
error: Content is protected !!