BHARUCH
અંકલેશ્વરના ચૌટા નાકા પર મધ્યરાત્રિએ કારમાં આગ:ફાયર બ્રિગેડની ટીમે અડધા કલાકની જહેમત બાદ કાબૂ મેળવ્યો, કોઈ જાનહાની નહીં
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર શહેરના વ્યસ્ત વિસ્તાર ચૌટા નાકા ખાતે મધ્યરાત્રી દરમિયાન એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. કારના આગળના ભાગમાં અચાનક આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર નગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સતત અડધા કલાક સુધી જહેમત ઉઠાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી, જે એક મોટી રાહતની વાત છે. કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.