કૃષિ ક્ષેત્રમાં પાક ઉત્પાદન અનુમાન માટે ડેટા માઇનિંગ મોડેલ” વિષય પર સંશોધન લેખ ઉચ્ચ શૈક્ષણિક ક્ષેત્રની પીએચડીની પદવી એનાયત કરેલ છે
14 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રીમતી બી. કે. મહેતા આઇ. ટી સેન્ટર બીસીએ કોલેજ પાલનપુરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત શ્રી નટવરભાઈ સરદારભાઈ પટેલ કે જેઓ ડીસા તાલુકાના ડાવસ ગામના ખેડૂતપુત્ર છે અને તેઓએ કમ્પ્યુટર સાઇન્સમાં ડેટા માઇનિંગ ક્ષેત્રે ડૉ. ભાવેશ પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર અને હેડ, ડીપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર & ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, પાટણના માર્ગદર્શન હેઠળ “કૃષિ ક્ષેત્રમાં પાક ઉત્પાદન અનુમાન માટે ડેટા માઇનિંગ મોડેલ” વિષય પર સંશોધન લેખ તૈયાર કરેલ જેને હેમ. ઉત્તર ગુજરાત યુનુવર્સિટી, પાટણ દ્વારા ગ્રાહ્ય રાખી ઉચ્ચ શૈક્ષણિક ક્ષેત્રની પીએચડીની પદવી એનાયત કરેલ છે.ઉપરોક્ત રિસર્ચ દરમ્યાન પ્રાધ્યાપક પટેલને ડૉ. બાદલ કોઠારી, ટેક્નિકલ આસિસ્ટન્ટ, ડીપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર & ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, પાટણ દ્વારા ટેકનીલક મદદ પૂરી પાડવામાં આવી હતી તથા કૃષિ વિષયક ડેટા કલેક્શન દરમ્યાન ડૉ એક. કે. ચૌધરી, પ્રોફેસર (નિવૃત), દાંતીવાડા કૃષિ યુનિવર્સિટિ નો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો. પ્રાધ્યાપક પટેલ દ્વારા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. નમ્રતા ગુપ્તા તથા મેનેજમેંટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમ પ્રાધ્યાપક પટેલે પોતાની માતૃ સંસ્થા તેમજ વિદ્યાર્થી આલમ અને સમાજનું ગૌરવ વધારેલ છે.