MORBI:મોરબી અને વાંકાનેરમાં ત્રણ સ્થળે થયેલ ઘરફોડ ચોરીને અંજામ આપનાર ઇસમ ઝડપાયો
MORBI:મોરબી અને વાંકાનેરમાં ત્રણ સ્થળે થયેલ ઘરફોડ ચોરીને અંજામ આપનાર ઇસમ ઝડપાયો
મોરબી અને વાંકાનેરમાં ત્રણ સ્થળે થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે એક આરોપીને ઝડપી લઈને રોકડ રૂ ૧ લાખ અને ચાંદીના સિક્કા ૧૦ નંગ કીમત રૂ ૨૫ હજાર મળીને કુલ સવા લાખનો મુદામાલ રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હુમન સોર્સ અને ટેકનીકલ માધ્યમથી હકીકત મળી હતી કે એક ઇસમ મોરબીના બેઠા પુલ પાસે ઉભો છે જેની પાસે ચોરીનો મુદામાલ હોવાનું જાણવા મળતા ટીમે તુરંત સ્થળ પર પહોંચી આરોપી અંકિત મહાદેવ વિકાણી રહે રાજકોટ ગોંડલ ચોકડી મૂળ રહે રામપર (નસીતપર) તા. ટંકારા વાળાને ઝડપી લીધો હતો જે આરોપીની પૂછપરછ કરી રેકર્ડ આધારિત ખરાઈ કરતા સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હોવાનું ખુલ્યું હતું જેથી આરોપી પાસે રહેલ રોકડ રૂ ૧ લાખ અને ચાંદીના સિક્કા નંગ ૧૦ કીમત રૂ ૨૫ હજાર મળીને કુલ રૂ ૧.૨૫ લાખનો મુદામાલ રીકવર કર્યો હતો એલસીબી ટીમે આરોપીને ઝડપી લઈને મોરબી શહેર તેમજ વાંકાનેર શહેર અને તાલુકામાં થયેલ ત્રણ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે