તા.૧૭.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના બહુચર્ચિત એવા નકલી બીન ખેતી પ્રકરણમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ દાહોદ દ્વારા નવ આરોપીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે
દાહોદના બહુચર્ચિત એવા નકલી બીન ખેતી પ્રકરણમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ દાહોદ દ્વારા જે નવ આરોપીઓ સજા ફટકારવામાં આવતાં તેઓ જેલવાસ ભોગવી રહ્યા હતા. તેઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં બે નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય સાત જેટલા આરોપીઓ મળી કુલ નવ આરોપીઓને જામીન મળ્યા છે. જેથી આ જ બહુ ચર્ચિત પ્રકરણમાં કારાવાસ ભોગવી રહેલા અન્ય આરોપીઓને પણ જામીન મળવાની આશા બંધાઈ છે. દાહોદમાં નકલી બીન ખેતી પ્રકરણે દાહોદ જિલ્લાની સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાહાકાર સહિતની ચર્ચા મચાવી મૂકી હતી . જેમાં દાહોદ વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા જે તે સમયે તપાસનો ધમધમાટ આરંભ કરી આ નકલી બિનખેતી પ્રકરણમાં માસ્ટરમાઈન્ડ સહિત ભૂમાફિયાઓ, દલાલો, મિલકતદારો તેમજ સરકારી બાબુઓની સામે કાયદેસરની પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. જેમાં અનેક લોકોની નકલી બીન ખેતી પ્રકરણમાં સંડોવણી બહાર આવતા દાહોદ પોલીસ દ્વારા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા હતા જેમાં ભૂતકાળમાં કેટલાક આરોપીઓના જામીન પણ મંજૂર થઈ ચૂક્યા છે ત્યારે હાલમાં ઘણા એવા આરોપી જેલવાસ ભોગવી રહ્યા હતા ત્યારે બીજી તરફ નકલી બીન ખેતી પ્રકરણમાં આરોપીઓના લિસ્ટમાં સામેલ એવા મઝહર મન્સુર કાગદી, શબ્બીર ઝરણવાલા, અબ્દુલ અઝીઝ, ડી કે સંગાડા, પીએસ અમલીયાર, દીપક પંચોલી, ગની મન્સૂરી, ગોપાલ સોની તેમજ સાકીર સામદને જામીન મળ્યા છે. તેઓ દ્વારા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દાહોદમાં જામીન અરજી મૂકવામાં આવી હતી ત્યારે દાહોદ કોર્ટ દ્વારા આ તમામ આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં હાઇકોર્ટે જે શરતોએ જામીન આપ્યા હતા તે શરતોએ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દાહોદ દ્વારા આરોપીઓના જામીન મંજૂર કરાયા હતા.