GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર તાલુકા પંચાયત ની કુકરવાડા બેઠક ની પેટા ચૂંટણી મા ભાજપ ના ઉમેદવાર ની 827 મતે જીત

વિજાપુર તાલુકા પંચાયત ની કુકરવાડા બેઠક ની પેટા ચૂંટણી મા ભાજપ ના ઉમેદવાર ની 827 મતે જીત
કમલમ ઓફિસ ખાતે થી વિજયી સરઘસ નીકળ્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયતની કુકરવાડા બેઠક ની યોજાયેલ પેટા ચૂંટણી ની મતગણતરી મામલતદાર કચેરી ના હોલ મા મામલતદાર શૈલેષ સિંહ બારીયા ની ઉપસ્થિતી મા હાથ ધરવા મા આવી હતી. કુકરવાડાની બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો વચ્ચે લડાઈ હતી. જેમાં કુકરવાડા ના છ વોર્ડ ના કુલ 6554 મતદારો માંથી 4556 નુ મતદાન થયું હતુ.જેની ગણતરી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા કોંગ્રેસના ઉમેદવાર દેવાંગ કુમાર ભરતભાઈ પટેલ ને 1598 મતો મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ચેતનભાઈ લક્ષ્મણ ભાઈ પટેલ ને 2425 મતો મળ્યા હતા. જ્યારે 33 જેટલા મતો નોટા મા પડયા હતા. જેમાં ભાજપના ઉમેદવાર ચેતન ભાઈ પટેલ ને 827 મતો વધુ મળતા તેમને જીતેલા જાહેર કરવામાં આવ્યા હતા.જીત ની જાણ ભાજપના કાર્યકરોને થતા કમલમ ઓફિસ ખાતે ધારાસભ્ય સી. જે ચાવડા તેમજ પૂર્વ ધારાસભ્ય કાંતી ભાઈ પટેલે ચેતન ભાઈ પટેલ નુ ફૂલહાર થી સ્વાગત કર્યું હતુ.સી.જે ચાવડા એ જીત માટે ભાજપ પક્ષના કાર્યકરો ની મહેનત તેમજ એક સુત્રતા ને કારણે જીત થઈ હોવાનું જણાવ્યું હતુ. જીતેલા ઉમેદવાર નુ સરઘસ કમલમ થી નીકળી કુકરવાડા તરફ જવા રવાના થયું હતુ. સમગ્ર ગુજરાત મા સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી મા ભાજપ ની જીત ની ખુશી કાર્યકરો મા ઉત્સાહ વધાર્યો હતો.

Back to top button
error: Content is protected !!