GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી ના રંગારંગ કાર્યક્રમ “પધારો મારા આંગણે” એ અનેરૂ આકર્ષણ જમાવ્યુ.

MORBI:મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી ના રંગારંગ કાર્યક્રમ “પધારો મારા આંગણે” એ અનેરૂ આકર્ષણ જમાવ્યુ.

 

 

દેશની વિવિધતામાં એકતાના દર્શન કરાવતા મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી ના રંગારંગ કાર્યક્રમ “પધારો મારા આંગણે” એ અનેરૂ આકર્ષણ જમાવ્યુ.

કલાના કામણ જોઈ દર્શકો મંત્રમુગ્ધ બની આફ્રિન પુકારી ઉઠ્યા.

“15મી માર્ચે મુસ્કાને તેના રંગીન કાર્યક્રમ “પધારો મારા આંગણે” દ્વારા સાંજને રંગીન બનાવી દીધી હતી, કૃષ્ણ-રાધાની છબી, ફૂલની હોળી અને નૃત્યએ ઢળતી સંધ્યામાં અનેરા રંગો પૂર્યા હતા. વિવિધતામાં એકતાનો આ કાર્યક્રમ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો. લોકોએ તાળીઓના ગલગળાટ કાર્યક્રમને વધાવી લીધો હતો. અને દેશની અલગ અલગ પ્રદેશની સંસ્કૃતિના દર્શન પણ એક મંચ પર થયા હતા.

કાર્યક્રમમાં વિવિધ પ્રકારની રમતો, રેમ્પ વોક અને અન્ય આકર્ષક પ્રવૃત્તિઓએ સૌને આકર્ષ્યા હતા. મુસ્કાનના વેલ્ફેર સોસાયટીના તમામ સભ્યોએ રેમ્પ પર પોતાનો આગવી પ્રતિભા સાથે અનેરા કામણ પાથાર્યા હતા. તો વિવિધ પ્રદેશોના નૃત્યોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા
અને આ તકે 40 થી વધુ ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમ દેશની એકતા અને અખંડિતતાને ઉજાગર કરનાર બની રહ્યો હતો.

 

આ કાર્યક્રમ માત્ર મનોરંજનનો કાર્યક્રમ ન હતો, પરંતુ તે સામાજિક એકતા અને સમરસતાનું પ્રતિક પણ હતો.

સંસ્થા દ્વારા ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન ચાલુ રાખવાની જાહેરાત કરાઈ છે, સાથો સાથ મોરબી પંથકની મહિલાઓ પણ વધુ ને વધુ સંખ્યામાં જોડાઈ તેવો અનુરોધ સંસ્થાએ કર્યો છે. અને કાર્યક્રમમાં સહભાગી થનાર તમામનો આભાર માન્યો chhe.

Back to top button
error: Content is protected !!