‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વિસાવદરની પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલીયાનું ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યું.
‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વિસાવદરની પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલીયાનું ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યું.
અમને પૂરો વિશ્વાસ છે કે ગોપાલ ઇટાલીયા એક મજબૂત ઉમેદવાર છે અને તેઓ વિસાવદરની જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ થશે અને ચૂંટણીમાં વિજય થશે: અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે પુરા જોરશોર સાથે વિસાવદરની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરે: અરવિંદ કેજરીવાલ
વિસાવદરના ખેડૂતો અને લોકોની એ માંગ હતી કે હું આમ આદમી પાર્ટી વતી વિસાવદરની પેટા ચૂંટણી લડું: ગોપાલ ઇટાલીયા
હું વિસાવદરના ખેડૂતોનો આજે ખાસ આભાર માનવા માંગુ છું: ગોપાલ ઇટાલીયા
અરવિંદ કેજરીવાલજીએ મને જવાબદારી સોંપી છે કે હું વિસાવદરની ચૂંટણી લડું અને વિસાવદરના લોકો અને ગુજરાતના લોકોનો અવાજ બનીને તેમના મુદ્દા ઉઠાવું: ગોપાલ ઇટાલીયા
ગોપાલ ઇટાલીયાને પણ ભાજપ ક્યારે ડરાવી કે તોડી નહીં શકે: ગોપાલ ઇટાલીયા
અમદાવાદ/જુનાગઢ
આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આવનારી વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયા ચૂંટણી લડશે. અમને પૂરો વિશ્વાસ છે કે ગોપાલ ઇટાલીયા એક મજબૂત ઉમેદવાર છે અને તેઓ વિસાવદરની જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ થશે અને ચૂંટણીમાં વિજય થશે. હું આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે પુરા જોરશોર સાથે વિસાવદરની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરે. આપણે બધા સાથે મળીને ભાજપ અને કોંગ્રેસ બંનેને હરાવી દઈશું.
ત્યારબાદ વિસાવદરના ઉમેદવાર અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી વિસાવદરના ખેડૂતો અને લોકોની એ માંગ હતી કે હું આમ આદમી પાર્ટી વતી વિસાવદરની પેટા ચૂંટણી લડું. ત્યારબાદ મેં આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીને વાત કરી અને આજે અરવિંદ કેજરીવાલજીએ મને જવાબદારી સોંપી છે કે હું વિસાવદરની ચૂંટણી લડું અને વિસાવદરના લોકો અને ગુજરાતના લોકોનો અવાજ બનીને તેમના મુદ્દા ઉઠાવું. હું આશા રાખું છું કે ગુજરાતમાં જે પણ લોકો તાનાશાહી વિરુદ્ધ લડવા માંગે છે અને ખેડૂતો માટે અવાજ ઉઠાવવા માંગે છે તે તમામ લોકો મને આ ચૂંટણીમાં સાથ આપે.
હું વિસાવદરના ખેડૂતોનો આજે ખાસ આભાર માનવા માંગુ છું. વધુમાં હું એ ખાસ વાત જણાવવા માગું છું અત્યાર સુધી ભાજપે ઘણા ધારાસભ્યોને અને આગેવાનોને ડરાવી ધમકાવીને અને લલચાવીને તોડી પાડ્યા છે, પરંતુ હું આજે ભાજપની ચેલેન્જ આપવા માગું છું કે ભાજપ ગમે કેટલી તાકાત લગાવીલે પરંતુ ગુજરાતના અને વિસાવદરના ખેડૂતોનો અવાજ નહીં ઝૂકાવી શકે અને ગોપાલ ઇટાલીયાને પણ ભાજપ ક્યારે ડરાવી કે તોડી નહીં શકે.