વિજાપુર શાકુંતલ બંગ્લોજ ખાતે ગાડી રસ્તામા મૂકેલ ગાડી બાબતે તકરાર મહીલા સહિત પાંચ સામે ફરીયાદ
સોસાયટીના પાંચ ઈસમો સામે માનસિક ત્રાસ આપતા હોવાની નોંધાઈ ફરીયાદ
વિજાપુર તા
વિજાપુર શાકુંતલ બંગ્લોજ ખાતે સોસાયટીમા રહેતા યુવક અને તેમના ભાઈ ને માનસિક ત્રાસ અને ગાડી સળગાવી નાખવા ના મામલે તેમજ વર્ષ 2024 ના રોજ કોમન પ્લોટ ની મીટીંગ મા એક મહીલા સહિત બે પુરુષો એ મીટીંગ મા જાહેર મા કોઈએ તેમના બાળકો ને કોમન પ્લોટ મા રમવા નહિ દેવા અને પરીવાર ના સભ્ય સાથે સબંધ નહિ રાખવા અને રાખશે તો રૂપિયા 11,000/- નો દંડ કરવા મા આવશે તેવું જાહેરમાં કહેનાર સોસાયટી ના પાંચ જણા સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે પાંચ સામે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શાકુંતલ બંગ્લોજ મકાન નંબર 93 મા રહેતા મહેશ ભાઈ જયંતી ભાઈ પટેલ પોતાના પરીવાર સાથે રહે છે ગત 15 માર્ચના રોજ તેમની સોસાયટી મા રહેતા કમલેશ ભાઈ પટેલ અને ભરત ભાઈ પ્રજાપતિ એ પોતાની ગાડીઓ રસ્તા વચ્ચે આવવા જવા મા અડચણ થાય તેમ મૂકી દેતા બીજા દિવસે પોતાના ભાઈ દિનેશ ભાઈ ને ગાડી કાઢી નીકળવા નુ હોઈ કમલેશ ભાઈ અને ભરત ભાઇ ને રસ્તા વચ્ચે મુકેલી ગાડીઓ હટાવી લેવાનું કહેતા બંને જણા ઉશ્કેરાઈ જઈને ધોકો લોખંડ ની પાઇપ લઇને મારવા આવેલ અને સોસાયટી માંથી નીકળી જવાનું કહી ગાળો ગ્લોચ કરી તમો બંને ભાઈઓને ગાડીઓ મા નાખી સળગાવી દેવાની ધમકી આપી આપી હતી. વર્ષ 2024 મા નવરાત્રી દરમ્યાન થયેલ મીટીંગ જયંતી ભાઈ બેન્કર તેમજ રમણ ભાઈ પ્રજાપતિ અને મીના બેન પ્રજાપતિ એ જાહેરમાં મહેશ ભાઈ તેમની પત્ની સાથે કોઈએ સબંધ રાખવા નહિ અને બાળકો ને કોમન પ્લોટ મા રમવા દેવા નહિ તેમજ સોસાયટી ના કોઈ પણ ના છોકરાઓ ને તેમના બાળકો સાથે રમવા દેવા નહિ કોઈ સબંધ રાખશે તો રૂપિયા 11,000/- નો દંડ કરવાનું જાહેર મા કહ્યું હતુ આ પાંચ ઇસમો દ્વારા માનસિક ત્રાસ આપવા ની પોલીસ મથકે કમલેશભાઈ શિવા ભાઈ પટેલ, ભરત ભાઈ સોમા ભાઇ પ્રજાપતિ, જયંતી ભાઈ ઊર્ફે બેન્કર સોમાભાઈ પટેલ , રમણ ભાઈ મંગળ ભાઇ પ્રજાપતિ, મીના બેન રમણ ભાઈ પ્રજાપતિ સહિત પાંચ સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.