વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં રહેતા ભોળા આદિવાસીઓમાં જાગૃતિના અભાવના કારણે ઓનલાઈન સાયબર ફ્રોડનો શિકાર દિવસેને દિવસે બની રહ્યા છે. ત્યારે ફરી એક ઘટના સુબીરના જુનેર ગામના શ્રમિક યુવક જોડે બનવા પામી છે. શ્રમિક યુવકે ફ્રોડમાં દસ હજાર રૂપિયા ગુમાવ્યા છે. અને વધારે રકમ માંગતા યુવકને એહસાસ થયો કે મારા જોડે છેતરપિંડી થઈ છે અને યુવકે સુબીર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ જુનેર ગામે રહેતો શ્રમિક યુવક નામે દાઉદભાઈ રિબુભાઈ માળવિશ જેઓ ઈસ્ટાગ્રામ પર વિડિયો જોતા સોનુકુમાર ઝાટ ડેરી ફાર્મ નામની રીલ આવેલ જે રીલના વીડિયોમાં સાહિવાલની જાતની પાંચ ગાયો વેચવા અંગેની માહિતી યુવકે જોઈ હતી. યુવકે વીડિયોમાં આપેલ નંબર પર કોલ કરતા અજાણ્યા ઈસમે સોનુકુમાર ઝાટ ( રહે. હરિયાણા રાજ્ય) જણાવ્યું હતું. ત્યારે ઈસમે એક ગાયની કિંમત 35 થી 40 હજાર જણાવી હતી. અને જો તમને જોઈતી હોય તો 35,000 હજારમાં મળી જશે. યુવકે હા પાડતા, ઈસમે જણાવેલ કે એડવાન્સ પેટે 10,000 હજાર રૂપિયા મોકલવા પડશે. ત્યાર પછી તમારા ઘરે ગાય પહોંચાડીશું. પછી બાકીનું પેમેન્ટ આપવાનું, જે સાંભળતા જ યુવક લાલચમાં આવી દસ હજાર મોકલી દીધા હતા. બાદમાં ઈસમે શ્રમિક યુવકને કહ્યું કે અમે ગાય સુરત લાવ્યા છે. અને ફરી શ્રમિક યુવક પર કોલ આવતા જણાવેલ કે બારડોલી આવ્યા છે અને અમારો ગાડીનો ઇન્સ્યોરન્સ પૂરું થયું છે. જેથી અમારી ગાડી આગળ આવી શકે તેમ નથી. જેથી ઈસમે યુવકને 18,500 બેંક ખાતામાં નાખવા કહ્યું હતું. ત્યારે યુવક કહ્યું કે તમે ઇન્સ્યોરન્સ ભરી દો, અને તમે ગાયને લઈ આવશો ત્યારે 18,500 રૂપિયા આપી દેવા. અને ગાયની વાટ જોતા ગાય પણ ન ઘરે આવતા યુવકને લાગ્યું કે, મારા જોડે સાયબર ફ્રોડ થયો છે. જેથી સાયબર હેલ્પલાઈન 1930 પર કોલ કરી ફરિયાદ કરી હતી. ત્યાર પછી સુબીર પોલીસ મથકે જઈને યુવકે ફરિયાદ નોંધાવી છે. જે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે..