AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ગ્રામરક્ષકદળની ભરતી પ્રક્રિયા શરૂ કરવામા આવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગિરીમથક સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પોલીસ વિભાગ દ્વારા ગ્રામરક્ષક દળની ભરતી પ્રક્રિયાનો છેલ્લા બે દિવસથી આરંભ કરવામા આવ્યો છે.જેમા મહિલા અને પુરુષ મળી કુલ 4700 જેટલા ફોર્મ ભરાયા હતા.જે ભરતી પ્રક્રિયાનાં પ્રથમ દિવસે મહિલા અને પુરુષ ઉમેદવારની જુદી જુદી શારીરિક કસોટી પોલીસ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં લેવામાં આવી હતી આ ભરતી પ્રક્રિયા મા કોઈ ગેરરીતિ ન થાય એનુ ખાસ ધ્યાન રાખી પોલીસ વિભાગ દ્વારા મૌખિક અને શારીરિક કસોટીમાં સંપૂર્ણ પારદર્શિતા રહે એ માટે વિડીઓ ગ્રાફી કરવામાં આવી હતી. ડાંગ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક જયદીપ સરવૈયાએ જણાવ્યુ હતુ કે ગ્રામરક્ષક દળની ભરતી પ્રક્રિયા 24 થી 26 માર્ચ ત્રણ દિવસ સુધી કરવામાં આવનાર છે.અને શારીરિક કસોટીમાં પાસ થયા બાદ ઉમેદવારોનું મૌખિક ઈન્ટરવ્યુ લેવામાં આવશે જેમાં સિલેક્ટ થયેલ તમામ પુરુષ અને મહિલા ઉમેદવારો ને ગ્રામરક્ષક દળ તરીકેના નિમણૂક પત્ર આપવામાં આવશે.આજરોજ યોજાયેલ ભરતી પ્રક્રિયામાં મહિલા અને પુરુષ મળી કુલ 1600 ઉમેદવારો એ શારીરિક કસોટીમાં ભાગ લીધો હતો..

Back to top button
error: Content is protected !!