સાયલા તાલુકાના ધજાળા ગામે તળાવ ઊંડું ઉતારવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરતાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
જળ સંચય માટે “કેચ ધ રેઇન” અભિયાન અન્વયે કોઈપણ યોજના હેઠળ બનેલા તળાવો, ચેકડેમો રીપેર કરાશે*સાયલા અને ચોટીલા તાલુકાના વિસ્તારને આવરી લઈ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે સૌની યોજના અન્વયે કામગીરી શરૂ કરવામાં આવી.સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા દૂર કરવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાનાં વરદ હસ્તે સાયલા તાલુકાના ધજાળા ગામે યાંત્રિક મશીનરીથી નાની સિંચાઈ યોજનાના તળાવ ઊંડું ઉતારવાની કામગીરીનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ યાજ્ઞિક પણ ઉપસ્થિત રહ્યા હતા.સાયલા અને ચોટીલા તાલુકાના વિસ્તારને આવરી લઈ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે હાલ સૌની યોજના અન્વયે કામગીરી ચાલુ છે. કામગીરી પૂર્ણ થયે લોકોની લાંબાગાળા સુધી સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થશે. જળ સંચય માટે “કેચ ધ રેઇન” અભિયાન સરકારશ્રી દ્વારા અમલી છે ત્યારે કોઈપણ યોજના હેઠળ બનેલા તળાવો બન્યા હોય, તેના ચેકડેમો રીપેર કરવામાં આવશે. પાળા વ્યવસ્થિત રીતે રિપેરિંગ કરીને તળાવ ઊંડા કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન ખેડૂતો તળાવમાંથી પોતાના ખર્ચે કાંપ, માટી લઈ જઈ શકશે.
આ તકે ગામ સરપંચ શ્રી શિવરાજભાઈ થોર, અગ્રણી શ્રી નાગરભાઈ જીડીયા સહિતના આગેવાનશ્રીઓ, પદાધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી સહિત સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા