તા.૦૭.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ નગરમાં સિંધી સમાજ દ્વારા સિંધી સંસ્કૃતિને ઉજાગર રાખવા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ
આજરોજ તા.૦૬.૦૪.૨૦૨૫ ના રોજ દાહોદ નગરના ગોદીરોડ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે સમગ્ર સિંધી સમાજના સિંધુ શક્તિ સંગઠન દ્વારા સિંધી સંસ્કૃતિને ઉજાગર રાખવા અને તેમના બાળકોને પોતાની સંસ્કૃતિ અને સભ્યતા થી જોડાયેલા રહે સાથે સાથે પરંપરાઓ નો વારસો સચવાઈ રહે તે ઉપલક્ષમાં એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમા દાહોદ શહેરના સમસ્ત સિંધી સમાજ માંથી લગભગ 200થી વધુ સિંધી સમાજ ના છોકરા, છોકરીઓ અને મહિલાઓ એ ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો જેમા તેમના પર્ફોમન્સ અને ઉત્સાહને સમાજે બિરદાવી અને દરેક ટીમને સમાજ દ્વારા ઈનામ વિતરણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું