MORBI:મોરબી આવ્યો બળબળ થતો દેખીજોગ ઉનાળો વા વૈશાખી પ્રબળ વહેતા ઉડતી અગનજાળો
MORBI:મોરબી આવ્યો બળબળ થતો દેખીજોગ ઉનાળો વા વૈશાખી પ્રબળ વહેતા ઉડતી અગનજાળો
રીપોર્ટ: શ્રીકાંત પટેલ-મોરબી
કુદરતી વાતાવરણ જ્યારે ખુશનુમા હોય ત્યારે લોકો નું આરોગ્ય પણ સારું રહે છે પણ જયાર થી માનવી એ ઘોચપરોણો શરૂ કર્યો છે ત્યારથી ઋતુઓમાં ફેરફાર આવ્યો છે શિયાળામાં ઠંડી લાગતી જ નથી ચોમાસામાં ક્યાં વરસાદ પડે છે ત્યાં નદીનાડામાં પૂર આવે છે તો ક્યાંક વરસાદ ઠામુકો પડે જ નહીં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય અને ઉનાળાની તો વાત જ શી કરવી! ફાગણ મહિનાથી જ આકરા તાપ શરૂ થઈ જાય છે અને ચૈતરના બીજા પખવાડિયામાં અને વૈશાખ મહિનામાં તો રોડ ઉપર જુવાર નાખવામાં આવે તો તેની ધાણી ફૂટી જાય એટલી હદે ગરમ વાતાવરણ સર્જાય છે. બપોર નાં બાર વાગતાં તો ગલઢેરા કોઈ છાંયડો શોધીને મંડળી જમાવે છે તો પશુ પક્ષી ઝાડ નીચે છાયા શોધીને બેસી જાય છે આકાશ ચોખ્ખું ચણાક દેખાય છે ક્યાંક ક્યાંક ચકરાવા લેતી સમડી આકાશ માં જોવાં મળે છે. ગામડામાં ગલીમાં શુન્યકાર વ્યાપી જાય છે. મોટા રોડ ઉપર પણ કરફ્યુ જેવું વાતાવરણ સર્જાય છે. કોઈ માણસ નજરે ન પડે તેવો ઉનાળાનો ધોમધખતો બપોરનો તડકો પડી રહ્યો છે. હજુ તો આખો વૈશાખ મહિનો બાકી છે. ગ્લોબિંગ વોર્મિંગના કારણે ઋતુઓમાં ફેરફાર આવ્યા છે. મોટાંભાગે વૃક્ષો કપાઈ ગયા છે. હવે વૃક્ષો વાવો વરસાદ લાવો સુત્ર અપનાવીને જ્યાં જ્યાં ખુલી જગ્યા કે ગાંડા બાવળ નાં ઝુંડ થઈ ગયાં છે તે દુર કરીને તેવી જગ્યા માં વૃક્ષોનું વાવેતર કરીને વાતાવરણ વરસાદમય બનાવવામાં આવે તો આ ગ્લોબીગ વોર્મિંગની અસર ઓછી થાય અને ઉનાળામાં દનિયા ઓછા તપે!