GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી ઓવરબ્રિઝ નીચેથી કેબલ અને જોઈન્ટ ક્લોઝરની ચોરી 

MORBI:મોરબી મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી ઓવરબ્રિઝ નીચેથી કેબલ અને જોઈન્ટ ક્લોઝરની ચોરી

 

 

મોરબી મહારાણા પ્રતાપ સર્કલ નજીક તાલુકા પોલીસ મથકની સામે નવા બનતા ઓવરબ્રિઝની નીચેથી કોઈ અજાણ્યા ચોર ઈસમો ૨૦૦ મીટર કેબલ તેમજ સાથેનું જોઈન્ટ ક્લોઝર એમ કુલ ૧૬ હજારની કિંમતના મુદામાલની ચોરી કરી લઈ ગયા અંગે ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ૧૧૪ નેટવર્ક કંપનીના લોકલ નાયક અરવિંદસિંગ કરણસિંગ લોધી ઉવ.૩૭ એ બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૧૨/૦૫ ના રાત્રીના ૧૧ વાગ્યાથી ગઈકાલ તા.૧૩/૦૫ના ૨ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મહારાણા સર્કલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પાસે નવા બંધાતા બ્રીજ નીચેથી સરકારી કચેરીના એલ.એન.ટી. કંપની દ્રારા નાખેલ એન.એફ.એસ.ઓ.એફ.સી. (કેબલ) આશરે મીટર ૨૦૦ જેની કિ.રૂ.૧૪,૦૦૦/- તથા તેની સાથે લાગેલ જોઇન્ટ ક્લોઝર જેની કિ.રૂ.૨૦૦૦/- જેની કુલ કિ.રૂ.૧૬,૦૦૦/- ના મુદામાલની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.

Back to top button
error: Content is protected !!