GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ઘૂટું ગામ નજીક ટ્રકના ચાલકે અલ્ટો કારને ઠોકર મારતા કારમાં નુકશાન
મોરબીના ઘૂટું ગામના ગેટ નજીક ટ્રકના ચાલકે અલ્ટો કારને ઠોકર મારતા કારમાં નુકશાન થયું હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.
હળવદના માથક ગામે રેહતા ધમેન્દ્રસિંહ લક્ષમણસિંહ ઝાલા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે પોતાની કાર અલ્ટો જીજે ૦૩ ઈએલ ૧૫૭૫ લઈને માથક ગામથી મોરબી વેજીટેબલ રોડ પર કામ સબબ જતા હોય દરમિયાન ઘૂટું ગામના ગેટ સામે રોડ પર પહોચેલ તે વખતે પાછળ હળવદ તરફથી આવતા ટ્રક જીજે ૧૩ એએક્સ ૮૩૩૧ ના ચાલકે તેનો ટ્રક પુર ઝડપે ચલાવી ધમેન્દ્રસિંહની કારના ડ્રાઈવર સાઈડના પાછળના દરવાજાના ભાગે નુકશાની કરી હોવાની ફરિયાદ નોંધાવી છે