હાલોલ -સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ (ચાંપાનેર) ના ગ્રામજનો દ્વારા તેઓના પડતર પ્રશ્નોને તંત્ર ની હૈયા ધારણા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૪.૫.૨૦૨૫
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ (ચાંપાનેર) ના ગ્રામજનો દ્વારા તેઓના પડતર પ્રશ્નોને લઈને ગ્રામ પંચાયતની ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતું આવેદનપત્ર ગતરોજ પ્રાંત અધિકારી તેમજ ધારાસભ્યને પાઠવતા આજરોજ વહીવટી તંત્ર દોડતું થયું હતું અને પાવાગઢના ગ્રામજનો ના પડતર પ્રશ્નો ના નિકાલ બાબતે હૈયાધારણા આપી હોવાનું જાણવા મળ્યુ છે.પાવાગઢના ગ્રામજનો દ્વારા મંગળવારના રોજ ચૂંટણી બહિષ્કાર અંગેના આપવામાં આવેલા આવેદનપત્રને લઈ વહીવટી તંત્ર દોડતું થયું હતું જેમાં આજરોજ હાલોલ તાલુકા વિકાસ અધિકારી અને તેઓની ટીમ બપોર બાદ યાત્રાધામ પાવાગઢ તળેટી ખાતે ગ્રામજનોને મળી તેઓના પડતર પ્રશ્નો બાબતે ચર્ચા કરી અને તેનો યોગ્ય નિકાલ કરવા બાબતે હૈયાધારણા આપી હતી.ગ્રામજનોની માંગણીઓમાં મુખ્ય બે મુદ્દાઓ ચર્ચામાં આવ્યા હતા જેમાં ભદ્ર ગેટ ખોલવો તેમજ શનિ રવિવારે પણ ખાનગી જીપો ડુંગર પર જવા દેવી આ અંગે તંત્ર દ્વારા જિલ્લા સમાહર્તા ના માર્ગદર્શન મુજબ યોગ્ય કરવા હૈયાધાર ના આપી હતી જ્યારે પાવાગઢનો પ્રવેશ દ્વાર ભદ્રગટ ખોલવા અંગે તે વિભાગ સાથે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિકાલ કરવા ખાતરી આપવામાં આવી હતી.જોકે ભદ્રગેટ ખોલવા બાબતે અમોએ પુરાતત્વ વિભાગ ના સંરક્ષક સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલમાં આ પ્રવેશ દ્વારથી પગપાળા યાત્રકો જઈ શકે તેવી સુવિધા ચાલુ જ છે.જોકે યાત્રિકોની સુરક્ષા તેમજ સલામતીના ભાગરૂપે હાલમાં કોઈ વાહન લઇ પ્રવેશ દ્વાર થી પ્રવેશ કરી શકે તેમ નથી કારણ કે પ્રવેશદ્વારની ઉપરનો અમુક ભાગ ક્ષતિગ્રસ્ત હોય જે મરામત માટે બાકી હોય હાલમાં પ્રવેશ દ્વારમાંથી વાહનો પ્રવેશ કરવા દેવામાં આવતા ન હોવાનું જણાવ્યું હતું.