BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર ત્રણમાં રસ્તામાં પડેલી કોંક્રિટ અન્યકચરો આખરે સફાઈ કરાતા રાહદારીઓ રાહત

12 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર ત્રણમાં રસ્તામાં પડેલી કોંક્રિટ અન્યકચરો આખરે સફાઈ કરાતા રાહદારીઓ રાહત.પાલનપુર શહેરમાં ઠેર ઠેર જાહેર રસ્તાઓની નવીનીકરણ વિવિધ વિસ્તારોમાં પૂરજોશમાં ચાલી રહ્યા છે જેમાં વોર્ડ નંબર ત્રણ ને બે માં બરફના કારખાના પાસે જાહેર રસ્તાઓ કામગીરી બાદ કોન્ટ્રાક્ટ દ્વારા કેટલોક વધેલો માલ ન ઉઠાવતા પડેલી કપચી તેમજ અન્ય કચરો જેને લઈને વાહન ચાલકો તેમજ આ વિસ્તારના રહીશો ને ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હતો. આ છુટી છવાઈ કપચીઓ ઘણી વખતે ગાડીઓના ટાયરો માં પ્રેશરથી આસપાસ વિસ્તારોમાં બંદૂકની ગોળીના જેમ દૂર સુધી ફેલાયતી તેને લઈ ને દુકાનદારોને રહીશો લાગવાનો ભય સતાવતો રહેતો હતો જોકે આ વિસ્તારના ચૂંટાયેલા મહિલા નગર સેવકને રહીશોએ આ સમસ્યા દૂર કરવા ધ્યાન દોરતા તેમને નગરપાલિકામાંથી સફાઈ માટે પાવડો મંગાવી ઝુંબેશ ચલાવતા રહીશોમાં ખુશી જોવા મળી હતી રાજ્ય સરકારે પાલનપુર નગરપાલિકા નવીન રસ્તાઓ માટે કરોડો રૂપિયાની વિવિધ વિસ્તારોમાં ગ્રાન્ડ ફાળવી છે જેમાં વોર્ડ નંબર ત્રણ માં બે માં પણ વિકાસ માટે ગ્રાન્ડ ફાળવતા કેટલીક જગ્યાએ આરસીસી રોડો બની ચૂક્યા છે કેટલીક જગ્યા બની રહ્યા છે જેમાં મહિલા મંડળ નજીક બરફના કારખાના પાસે રસ્તા નું કામ પૂર્ણ થતા બાદ કોન્ટ્રાક્ટ દ્વારા જાહેર રસ્તા ઉપર કપચી ને રેતીવસ્તુઓના નિકાલ ના કરતા છેલ્લા કેટલાક દિવસોથી આ જાહેર રોડ ઉપર લોકોને અને વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડતો હતો. જોકે આ મામલે વિપક્ષના મહિલા નગરસેવક આશાબેન રાવલને આ વિસ્તારના લોકોએ ધ્યાન દોરતા જેમને પાવડો બોલાવી રસ્તો સફાઈ કરાવતા આ વિસ્તારના લોકોએ તેમનો આભાર માન્યો હતો તસવીર -અહેવાલ દીપકભાઈ રાવલ

Back to top button
error: Content is protected !!