GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
૧૦૦ દિવસ યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે સરકારી આયુર્વેદ દવાખાનું ચીખલી તથા સુરખાઇ ખાતે યોગ સેશન યોજાયો
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૧૩ નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.કાજલ મઢીકરના માર્ગદર્શન હેઠળ ૧૦૦ દિવસ યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે સરકારી આયુર્વેદ દવાખાનું-ચીખલી તથા સુરખાઇ દ્વારા ગત બુધવારના રોજ સવારે અરવિંદ આશ્રમ (વૃદ્ધાશ્રમ) દેગામ યોગ સમાવેશ થીમ અંતર્ગત મેન્ટલ હેલ્થ અને સિનિયર સીટીઝન અંતર્ગત યોગ સેશન તથા આયુષ નિદાન સારવાર કેમ્પનુ આયોજન કરવામા આવ્યું હતું. જે અંતર્ગત મેડીકલ ઓફીસર ડૉ.નટવરસિંહ રાજપુરોહીત તથા ડૉ.માલતી પટેલ દ્વારા માનસીક સ્વાસ્થ્ય માટે યોગ અને પ્રાણાયમનું મહત્વ સમજાવી જરૂરી આયુર્વેદ સારવાર આપવામાં આપી હતી. યોગ શિક્ષક દ્વારા યોગ અને પ્રાણાયામ કરાવવામાં આવ્યું હતું.