વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે પોલિંગ સ્ટાફ સુસજ્જ : બીજી તાલીમ પૂર્ણ બે દિવસીય તાલીમના અંતિમ દિવસે ૩૬૦ ફિમેલ પોલિંગ ઓફિસર ઉપરાંત ૮૦ પ્રિસાઇડિંગ ઓફિસર સહિત ૨૪૦ મેલ પોલિંગ ઓફિસરની તાલીમ મેળવી
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે પોલિંગ સ્ટાફ સુસજ્જ : બીજી તાલીમ પૂર્ણ બે દિવસીય તાલીમના અંતિમ દિવસે ૩૬૦ ફિમેલ પોલિંગ ઓફિસર ઉપરાંત ૮૦ પ્રિસાઇડિંગ ઓફિસર સહિત ૨૪૦ મેલ પોલિંગ ઓફિસરની તાલીમ મેળવી
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે પોલિંગ સ્ટાફની બીજી અને તાલીમના અંતિમ દિવસે ૩૬૦ ફિમેલ પોલિંગ ઓફિસર સુચારુ રીતે મતદાન પ્રક્રિયા પાર પાડવા માટે સૈદ્ધાંતિક અને હેન્ડસ ઓન હેન્ડ એટલે કે પ્રેક્ટીકલ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૮૦ પ્રિસાઇડિંગ ઓફિસર, સહિત ૨૪૦ જેટલા પોલિંગ સ્ટાફને સવારના સત્રમાં ચૂંટણીલક્ષી જરૂરી તાલીમ આપવામાં આવી હતી.
વિસાવદરના ચાપરડા ખાતેના બ્રહ્માનંદ વિદ્યાધામમાં આયોજિત આ તાલીમમાં માસ્ટર ટ્રેનર દ્વારા વિસ્તૃત રીતે ચૂંટણીલક્ષી કામગીરીના વિવિધ પાસાઓની જાણકારી આપવામાં આવી હતી.
મહત્વનું છે કે, વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટેની પોલિંગ સ્ટાફની તાલીમમાં હેન્ડસ ઓન હેન્ડ ટ્રેનિંગમાં ચૂંટણી સ્ટાફની ૩ થી ૪ અધિકારી- કર્મચારીઓની એક ટીમને ઇવીએમ, વીવીપેટ, બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ સોંપી દેવામાં આવ્યંા હતું. વોટીંગ માટેના આ ઉપકરણોની વ્યાપક સમજ આપવાની સાથે મોકપોલની ડ્રિલ સ્વયં પોલિંગ સ્ટાફની ટીમે કરી હતી. ચૂંટણી સ્ટાફના અધિકારી કર્મચારીઓએ જાતે ૧૦૦ જેટલા મત નાખી મોકપોલ કર્યા હતા અને આ મત યોગ્ય રીતે થયા છે, તેની વીવીપેટની કાપલીઓ સરખાવી ખરાઈ પણ કરી હતી.વિસાવદર વિધાનસભા માટેની બીજી અને અંતિમ તાલીમ તા.૧૧ તથા ૧૨ જૂનના રોજ યોજાઈ હતી. આમ, વિસાવદર પેટા ચૂંટણી માટે પોલિંગ સ્ટાફ સુસજ્જ બન્યો છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ