નવસારી: ગુજરાત માધ્ય.× ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડની પુરક પરીક્ષા કેન્દ્રોથી ૨૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ પર પ્રતિબંધ..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી:તા.૧૮,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધ્વારા તા.૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ દરમિયાન એસ.એસ.સી/એચ.એસ.સી. (સા.પ્ર.વિ.પ્ર.)ના ઉમેદવારોની પુરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાનું સરળ અને સુચારુ સંચાલન થાય, જાહેર પરીક્ષાની ગુણવત્તા અને વિશ્વસનીયતા જળવાઈ રહે અને પરીક્ષાર્થીઓ શાંત અને સ્વસ્થચિતે પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય.બી.ઝાલાએ મળેલી સત્તાની રૂએ નવસારી જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની અને બિલ્ડીંગની હદથી ૧૦૦ મીટરના ઘેરાવાના વિસ્તારમાં ચાર કે તેથી વધારે વ્યક્તિઓને ભેગા થવા, સભા ભરવા, સરઘસ કાઢવા, કોઈપણ વ્યક્તિએ (પરીક્ષાર્થી સહિત) હથિયાર, મોબાઇલ લઈ જવા ઉપર કે લાઉડ સ્પીકર વગાડવા કે અવાજ મોટો કરવાનું કોઈ યંત્ર વગાડવા ઉપર તથા પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો પર તા.૨૩ ૦૬ /૨૦૨૫ થી થી તા.૦૩/૦૭/૨૦૨૫ ના રોજ સવારે ૭-૦૦ થી ૨૦-૦૦ કલાક દરમિયાન ચાલુ રાખવા ઉપરાંત બિનઅધિકૃત વ્યકિતઓએ પ્રતિબંધિત પરીક્ષા કેન્દ્ર/બીલ્ડીંગના વિસ્તારમાં દાખલ થવું નહિ , કોઈ પણ વ્યક્તિ , કોઈપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા / કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહિ. , પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતી અને લેખન કાર્યમાં અડચણ-વિક્ષેપ-ધ્યાનભંગ થાય તેવું કોઈપણ કૃત્ય કરવું/ કરાવવું નહિ., પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી પ્રતિબંધિત કોઈપણ વસ્તુ, ઈલેક્ટ્રોનીક આઈટમ, મોબાઈલ ફોન, પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલો વિગરેનું વહન કરવું નહિ કે કરાવવામાં મદદગારી કરવી નહિ. ચાર કરતાં વધુ માણસોની કોઈ સભા ભરવી નહી કે સભા બોલાવવી નહીં, સરઘસ કાઢવું નહીં કે ભેગા થવું નહી. ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.આ હુકમ પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાની સંલગ્ન કાર્યવાહીમાં રોકાયેલ સરકારી કર્મચારીઓ /અધિકારીઓ,જિલ્લા મેજીસ્ટ્રેટ/પોલીસ અધિક્ષકશ્રી/જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આ અર્થે અધિકૃત કરે તેવી બીજી વ્યક્તિઓ, લગ્નનાં વરઘોડાને કે સ્મશાનયાત્રા કે રેલ્વે/એસ.ટી.માં મુસાફરી કરવા માંગતા બોનાફાઈડ વ્યક્તિઓને તથા ઉક્ત પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓ/વિદ્યાર્થીઓને તેમજ પરીક્ષાની કામગીરી માટે રોકાયેલા અધિકૃત વ્યકિતઓને લાગુ પડશે નહીં.
આ હુકમનો ભંગ કરનારને ભારતીય નાગરિક સુરક્ષા સહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.