MORBI:મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાની બેઠક યોજાશે
MORBI:મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાની બેઠક યોજાશે
જિલ્લા પંચાયત મોરબીની ખાસ સામાન્ય સભાની આગામી બેઠક તા.૦૪/૦૭/૨૦૨૫ (શુકુ વાર) ના રોજ સમય સવારે ૧૨ : ૦૦ કલાકે જિલ્લા પંચાયત મોરબીના સભાખંડ (રૂમ નં. ૧૯) માં મળશે, જેમાં નીચે મુજબના એજન્ડા ઓ પર ચર્ચાઓ થશે.
(1)સામાન્ય સભાની ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા બાબત.(2)સામાન્ય સભાની ગત બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી આપવા બાબત. (3)જિલ્લા પંચાયતની જુદી-જુદી સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા બાબત.(4)સદસ્યશ્રીઓ તરફથી મળેલ કોઈ પ્રસ્તાવ હોય તો તે બાબત.(5)પ્રમુખશ્રીની ઐચ્છિક ગ્રાન્ટમાં માથી ફાળવેલ ગ્રાંટ ને બહાલીની અપેક્ષાએ આપેલ વહીવટી મંજુરીના| કામોને બહાલી આપવા બાબત
(6)માર્ગ અને મકાન(પંચાયત) મોરબીના રોડની બાજુમા સમાંતર અને ક્રોસિંગથી સિંચાઇ માટેની
પાઇપલાઇન નાખવા માટે ભાડા અને ડીપોઝીટ રકમ મુકત કરવાની મંજુરી આપતા આગામી સામાન્ય|
સભાની મંજુરીની અપેક્ષાએ કરેલ ઠરાવને બહાલી આપવા બાબત.(7)મા.મ.પંચાયત વિભાગ હસ્તકના શહેરી વિસ્તારમાં આવતા રસ્તાઓ મોરબી મહાનગરપાલિકાને
સોપવાની દરખાસ્ત બાબત.(8)માન.જીલ્લા વિકાસ અધિકારીશ્રીનું જુનુ વાહન રદ કરી નવું વાહન ખરીદવાની મંજુરી આપવા બાબત(ખરીદવાની તેમજ ખર્ચની મંજુરી બાબત) (9)જિ.પં.સ્વભંડોળ અને જિ.પં.રેતી રોયલ્ટીના રજુ થયેલ કામોને સૈધાંતિક મંજુરી તેમજ બહાલીની
અપેક્ષાએ આપેલ સૈધાંતિક મંજુરીના કામોને બહાલી આપવા બાબત. (10)જિ.પં.સ્વભંડોળ અને જિ.પં.રેતી રોયલ્ટીની રજુ થયેલ દરખાસ્તોને વહીવટી મંજુરી તેમજ
બહાલીની અપેક્ષાએ આપેલ વહીવટી મંજુરીના કામોને બહાલી આપવા બાબત.(11) જિ.પં.સ્વભંડોળ અને જિ.પં.રેતી રોયલ્ટીના રજુ થયેલ હેતુફેરના કામોને સૈધાંતિક મંજુરીની તેમજ બહાલીની અપેક્ષાએ આપેલ હેતુફેરની સૈધાંતિક મંજુરીના કામોને બહાલી આપવા બાબત.(12)જિ.પં.સ્વભંડોળ અને જિ.પં.રેતી રોયલ્ટીના કામોને વર્ષ ૨૦૨૫-૨૬ માટે બહાલીની અપેક્ષાએ આપેલ મુદત વધારાની બહાલી આપવા બાબત (13)જિલ્લા પંચાયત મોરબી સને ૨૦૨૫-૨૬ ના બજેટમાં રહેલ બચત રકમ માંથી વિકાસના કામોની જોગવાઇમાં સુધારો કરવા બાબત (14)૧૫માં નાણાપંચના વર્ષ ૨૦૨૦-૨૧ થી ૨૦૨૪-૨૫ ના જીલ્લા કક્ષાના ૧૦% ના રજુ થયેલ હેતુફેરના કામોને મંજુરી તેમજ બહાલીની અપેક્ષાએ આપેલ હેતુફેરની મંજૂરીના કામોને બહાલી આપવા બાબત (15)જિલ્લા પંચાયત મોરબી સને ૨૦૨૫-૨૬ ના અંદાજપત્રની ICDS ની જોગવાઇમા (સ્વભંડોળ ખર્ચ ૬.૧) વિગતવાર માહિતી ઉમેરી સુધારો કરવા બાબત (16)કલ્યાપર ગામને ગ્રામપંચાયતનો દરજ્જો આપવા અભિપ્રાય આપવા બાબત (17) માન. પ્રમુખશ્રીના નિવાસસ્થાનમાં ટી.વી., ફ્રીજ, એ.સી.(નંગ-૨), ગેસનો ચૂલો,ગેસનો બાટલો,ખુરશી,રસોડામાં જરૂરીયાત મુજબના વાસણ તેમજ વિગેરેની ખરીદી કરવા બાબત.(ખરીદવાની તેમજ ખર્ચની મંજુરી બાબત) (18) પ્રમુખ સ્થાનેથી રજુ કરવામાં આવશે