MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી બોર્ડની ભરતી જાહેરાત અન્વયે આયોજીત મોક ટેસ્ટ- ૨ પરીક્ષામાં વરસાદી માહોલ વચ્ચે ૧૦૪ ઉમેદવારોએ પરીક્ષા આપી.

MORBI:મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી બોર્ડની ભરતી જાહેરાત અન્વયે આયોજીત મોક ટેસ્ટ- ૨ પરીક્ષામાં વરસાદી માહોલ વચ્ચે ૧૦૪ ઉમેદવારોએ પરીક્ષા આપી.

 

 

ભારત સરકારના રેલ્વે મંત્રાલયના રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ-ડી (લેવલ-૧)ની ૧૪ જેટલી અલગ અલગ ટેકનિકલ પોસ્ટ માટેની ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવેલ હતી. જે જાહેરાત અન્વયે મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા હોય તેવા ઉમેદવારોએ અરજી કરી હતી. આ ઉમેદવારો લેખિત પરીક્ષામાં સફળ રહે અને જિલ્લામાંથી વધુમાં વધુ લોકોને રોજગારી મળે તે હેતુથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં ત્રણ જેટલા પરીક્ષા કેન્દ્ર ઉપર આજે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતું. જે મોક ટેસ્ટમાં સમગ્ર જિલ્લામાંથી કુલ ૧૦૪ જેટલા ઉમેદવારોએ આજે પરીક્ષા આપી હતી. જે અંતર્ગત શ્રી યુ.એન. મહેતા આર્ટસ કોલેજ, મોરબી પરીક્ષા કેન્દ્ર પર ૩૧, સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ, હળવદ પરીક્ષા કેન્દ્ર પર ૪૫ અને શ્રીમતી ઇન્દુબેન લલીતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજ, વાંકાનેર પરીક્ષા કેન્દ્ર પર ૨૮ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આજે લેવામાં આવેલ પરીક્ષાના પ્રશ્નપત્રની આન્સર કી તથા પરીક્ષાનું પરિણામ ટૂંક સમયમાં જિલ્લા પંચાયત, મોરબીની વેબસાઈટ ઉપર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!