સાણંદ તાલુકાના મોડાસર જીલ્લા પંચાયતમાં આવેલ ગોકળપુરા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સાણંદ તાલુકા ભાજપના પ્રમુખ હસમુખભાઈ સોલંકી,જિલ્લા સભ્ય ડી.એલ. કો. પટેલ,ભરતભાઈ ગોહેલ, તાલુકા ભાજપ મહામંત્રી રણજીતસિંહ ચૌહાણ,તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ મહેરીયા,પ્રદિપસિંહ વાઘેલા, વિરસંગભાઈ વાઘેલા,વિક્રમસિંહ ખેર,તાલુકા સભ્ય વલ્લભભાઈ પટેલ,બાબુભાઈ પરમાર, ચંદુભાઈ કો. પટેલ,ગોકળપુરા ગામના સરપંચ, કુંવર ગામના સરપંચ તથા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વૃક્ષારોપણ કરીને સૌએ પર્યાવરણીય જાગૃતિ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
રિપોર્ટર : ગુલાબ બૌધ્ધ,સાણંદ