વિજાપુર માલોસણ પ્રાથમિક શાળા ખાતે ભરાયેલ વરસાદી પાણી થી થતા રોગો વિશે આરોગ્ય શાખા દ્વારા બાળકોને રોગો વિશે માર્ગદર્શન અપાયું
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર માલોસણ પ્રાથમિક શાળા ખાતે તાજેતર મા પડેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર ભરાયેલ પાણી થી ઉત્પન્ન થતાં મચ્છરો થી ફેલાતા રોગો બીમારી વિશે તેમજ તેના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે શાળા મા ધોરણ 7 અને ધોરણ 8 મા અભ્યાસ કરતા બાળકોને માર્ગદર્શન આપવા મા આવ્યું હતુ તાલુકા મા પડેલા વરસાદના કારણે ભરાયેલા પાણી થી ઉદભવતા મચ્છરો થી ડેન્ગ્યુ મેલેરીયા જેવા રોગો સામે કેવી રીતે રક્ષણ મેળવી શકાય તેના ઉપાયો વિશે માહિતી બાળકો ને મળી શકે તેવા ઉદ્દેશ થી જિલ્લા મેલેરિયા શાખા મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી દ્વારા હેલ્થ અધિકારી ચેતન ભાઈ પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પામોલ ના સબસેંટર માલોસણ ની પ્રાથમિક શાળા માં ધોરણ થી 7 થી 8 ના બાળકો ને એલ ઈ ડી ટીવી પર ડેન્ગ્યુ રોગ કેવી રીતે થાય છે. મચ્છર ઉત્પતિ સ્થાનો ની માહિતી તેને નાશ કરવાની માહિતી તેમજ પોરા ભક્ષક ગપ્પી ફિશ ની માહિતી વિડિયો ક્લિપ દ્રારા તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણ દ્રારા આપવામાં આવી હતી.તેમજ વિદ્યાર્થીઓ ને દર રવિવારે 10 મિનિટ ધરના તમામ પાત્રો પાણી ભરવાના પાત્રો ચકાસવા તેમજ ધર ની 10 મીટર ત્રિજ્યા માં ખાડાઓ માં પાણી ભરાયેલ હોય તો દૂર કરવા અથવા માટી થી પુરાણ કરાવવું તેમજ નકામા ટાયર અને ભંગાર નો નિકાલ કરવો તેમજ સવાર સાંજ લીમડા નો ધુમાડો કરવો..આખી બાય ના કપડા પહેરવા .તેમજ દવાયુક્ત મચ્છરદાનીનો સૂવા સમયે ઉપયોગ કરવો..આ બધી બાબતો નો ગામમાં પ્રચાર પ્રસાર કરવા માટે બાળકો ને સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય તેમજ ફિમેલ હેલ્થ વર્કર દીવાબેન પટેલ હાજર રહ્યા હતા.