HIMATNAGARSABARKANTHA

ર્ડોક્ટરના પ્રિસ્ક્રીપશન વગર નાર્કોટીક્સ ડ્રગ્સ/ સિરપનું વેચાણ કરતા મેડીકલ સ્ટોર ઉપર ક્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી સાબરકાંઠા પોલીસ

અહેવાલ:- પ્રતિક ભોઈ

ર્ડોક્ટરના પ્રિસ્ક્રીપશન વગર નાર્કોટીક્સ ડ્રગ્સ/ સિરપનું વેચાણ કરતા મેડીકલ સ્ટોર ઉપર ક્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી સાબરકાંઠા પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓ દ્રારા સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી નાર્કોટીકસ ડ્રગ્સની બદીને નેનાબૂદ કરવા માટે NO DRUGS IN SABARKANTHA અભિયાન ચાલુ કરવામાં આવેલ છે. જે અભિયાન અંતર્ગત પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા દ્વારા સાબરકાંઠા જીલ્લા પોલીસ નાર્કોટીકસ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહેલ છે. વધુમાં માનનીય પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા નાઓને ધ્યાને આવેલ છે કે,

સાબરકાંઠા જીલ્લામાં ચાલતા કેટલાક મેડીકલ સ્ટોર ઉપર ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપ તથા અન્ય નશાયુક્ત દવાઓનું વેચાણ થાય છે. આવા નશાકારક દવાઓનો ઉપયોગ કરી ગુન્હેગારો ગુન્હાહિત પ્રવૃત્તિ આચરે છે. તેમજ યુવાધન આવી નશાયુક્ત ગોળી / સીરપનું સેવન કરીને નશાખોરીના રવાડે ચઢી પોતાના આરોગ્યને જોખમમાં મુકી રહેલ છે. જેથી આવા મેડીકલ સ્ટોર શોધી કાઢી તેમના વિરુધ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવા માનનીય પોલીસ અધિક્ષક સા.શ્રી નાઓએ સુચનાઓ આપેલ. તે અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.ઓ.જી.નાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.તથા પોલીસ સ્ટેશન દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.

તેમજ સાબરકાંઠા જીલ્લામાં વિવિધ પ્રકારના ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓની પોલીસ અધિક્ષક સા.શ્રી તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ દ્રારા કરવામાં આવેલ પૂછપરછ દરમ્યાન પણ ધ્યાને આવેલ હકીકત મુજબ સાબરકાંઠા જીલ્લામાં અમુક ગુન્હેગારો મેડીકલ સ્ટોરમાંથી અમુક ચોક્કસ પ્રકારની નશાયુક્ત દવાઓ/સીરપ ખરીદી કરી તેનું નશો કરવા માટે સેવન કરે છે અને જેના કારણે તેઓ નશાની હાલતમાં ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરવા પ્રેરાય છે. જે માહિતી અન્વયે છેલ્લા ઘણા સમયથી સાબરકાંઠા જીલ્લામાં આવી નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ/ સીરપ વેચાણ કરતા હોય તેવા મેડીકલ સ્ટોર ઉપર એસ.ઓ.જી. એલ.સી.બી. તથા પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો દ્વારા ખાનગી રાહે વોચ રાખવામાં આવી રહેલ હતી. આ વોચ તપાસ દરમ્યાન સાબરકાંઠા જીલ્લામાં ચોક્કસ મેડીકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ પ્રિસ્ક્રીપ્શન વગર વેચાતી હોવાનું જણાઇ આવેલ.

જે આધારે તા. ૦૯/૦૭/૨૦૨૫ ના રોજ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.સી.સાકરીયા તથા સ્ટાફના માણસોએ ફુડ એન્ડ ડ્રગ્સ ઇન્સપેકટરશ્રી સાબરકાંઠા નાઓને સાથે રાખીને લાઇફ લાઇન મેડીકલ હિંમતનગર મેડીકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડીકલ સ્ટોરના સંચાલક હસનઅલી હૈદરઅલી નુર ભાણેજ રહે. હરીપુરા તા.ઇડર જી. સાબરકાંઠાવાળાએ કોઇપણ જાતના ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુકત દવા (ડ્રગ્સ) નું વેચાણ પોતાના મેડીકલ સ્ટોર ઉપરથી કરેલ. જેથી ઉપરોકત ટીમ દ્રારા તેઓના મેડીકલ સ્ટોર ઉપર રેડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી २०लेट ४वी डे, Ceftriaxone and tazobactum, Cefpodoxime Cefixime 200, cefpodoxime Cefoperazone and salbactum, Tramadol and pcm, ceftizoxime વિગેરે દવાઓ મળી આવતાં કબજે લેવામાં આવેલ છે.

તેમજ મેટ્રો મેડીકલ હિંમતનગર ખાતે આવેલ મેડીકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડીકલ સ્ટોરના સંચાલક સકીલભાઇ અબ્દુલ રઝામ મનસુરી રહે. કિસ્તીયાનગર તા. હિંમતનગર જી. સાબરકાંઠાવાળાએ કોઇપણ જાતના ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુકત દવા (ડ્રગ્સ) નું વેચાણ પોતાના મેડીકલ સ્ટોર ઉપથી કરેલ. જેથી ઉપરોકત ટીમ દ્વારા તેઓના મેડીકલ સ્ટોર ઉપર રેડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી ટેબ્લેટો તથા સીરપ જેવી કે, Codeine phosphate & Triprolibine Hydrocloride cough linctust Pcm and tramadol tab, Clobazam 5 mg, Clobazam 10 mg, Etizolam and propranol tab, Clonazepam 0.25, Esitalopram and Clonazepam clonazepam tab, विगेरे દવાઓ મળી આવતાં કબજે લેવામાં આવેલ છે.

આ ઉપરોક્ત સાબરકાંઠા જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જશ્રી દ્વારા અલગ-અલગ મેડીકલ સ્ટોર ચેક કરતાં અનઅધિકૃત રીતે વેચાણ થતી નાર્કોટીક્સ દવાઓ મળી આવતાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગને રીપોર્ટ કરેલ છે.

આમ સાબરકાંઠા જીલ્લામાં કુલ ૨૪૨ મેડકીલ સ્ટોરમાં ચેકીંગ કરી મેડીકલ સ્ટોરમાંથી કબજે કરવામાં આવેલ પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી ટેબલેટ તથા સીરપના જથ્થા બાબતે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્રારા આગળની તપાસ હાથ ધરેલ છે. તેમજ તેઓની તપાસ દરમ્યાન મેડીકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

આમ સાબરકાંઠા જીલ્લામાં આવી નશાકારક ગોળીઓના રવાડે ચઢી નશાખોરી તેમજ ગુન્હાખોરી આચરી યુવાધન બરબાદ થતું હોય જેથી આ યુવાધન બરબાદ થતું અટકાવવા અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ રીતે જળવાઇ રહે તે માટે પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા દ્રારા આપવામાં આવેલ સખ્ત સુચના મુજબ આવનાર સમયમાં સાબરકાંઠા જીલ્લામાં આવેલ તમામ મેડીકલ સ્ટોર તેમજ દવાઓના હોલસેલ ડિસ્ટ્રીબ્યુટરો કાયદેસર રીતે દવાઓના જથ્થાનું વેચાણ નિયમોનુસાર કરે છે કે કેમ જ તે ચકાસણી કરવા ટ્રેપ ગોઠવવામાં આવશે તેમજ સાબરકાંઠા જીલ્લા પોલીસ પોતાની સાથે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ સામેલ કરી નશા માટે ઉપયોગમાં લઇ શકાય તેવી દવાઓ વગર પ્રિસ્ક્રીપ્શને વેચાણ કરતા હોય તેવા તમામ મેડીકલ સ્ટોર તથા દવાઓના હોલસેલ ડિસ્ટ્રીબ્યુટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે.

Back to top button
error: Content is protected !!