અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક દ્વારા હિમતનગર-રણાસણ-શિકા રોડ પર આવેલા માઝુમ નદીના બ્રિજનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું
અરવલ્લી જિલ્લામાં નેશનલ હાઇવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત વિભાગના પુલોનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ સેફ્ટી ઓડિટ કરવાની કામગીરી શરૂ
રાજ્યના જિલ્લામાં આવેલા નબળા કે ક્ષતિગ્રસ્ત થયેલા પુલોની સ્થળ પર જઈ ખરાઈ કરી તપાસ કરવાની સૂચના સંદર્ભમાં સલામતી અને સાવચેતીના ભાગરૂપે ચોમાસાની ઋતુના અનુસંધાને નદીઓમાં પાણીનો પ્રવાહ વધવાની સંભાવનાને ધ્યાને લઈને અરવલ્લી જિલ્લામાં આવેલા અવરજવર માટેના બ્રિજ પુલોની ચકાસણી કરવાની જરૂર જણાય તેવા જોખમી બ્રિજ ક્ષતિગ્રસ્ત-નબળા પુલો પરના વાહન વ્યવહાર અવરજવર માટે યોગ્ય છે કે કેમ તેનું સ્થળ નિરીક્ષણ કરવા સાથે કોઈ ઘટના ન ઘટે તે માટે સલામતીના કારણોસર તકેદારીના ભાગરૂપે આજે જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિક, જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રી સહિતની ટીમ દ્વારા હિમતનગર-રણાસણ-શિકા રોડ પર આવેલા માઝુમ નદીના બ્રિજ ઉપર સંયુક્ત સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. આ સિવાય અરવલ્લી જિલ્લામાં આવેલા માર્ગ અને મકાન વિભાગ રાજ્યના હસ્તકના વિવિધ બ્રિજોનું પણ નિરીક્ષણ ટીમ, મામલતદારો એ પ્રાંત અધિકારી અને કાર્યપાલક ઇજનેર દ્વારા પ્રાથમિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
નેશનલ હાઇવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત હસ્તકના અરવલ્લી જિલ્લામાં આવેલ તમામ પુલની વર્તમાન સ્થિતિની ચકાસણી, પુલોનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ સેફ્ટી ઓડિટ, તકનિકી રીતે વિશ્લેષણ, બ્રીજ અંગેની માહિતી સ્થળ વિઝીટની વિગતો તિરાડો, જંગ, જો કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હોય તો તેની વિગત, મજબૂતીકરણ કે ફરીથી બાંધકામ કરવા સહિતના પગલા લઈને સ્ટેટ્સ રિપોર્ટ વગેરે રિપોર્ટ સબમિટ કરાવવામાં આવશે. તેમજ જો કોઈ પુલ ગંભીર હાલતમાં જણાય તો તેને તાત્કાલિક બંધ કરવામાં આવશે અને યોગ્ય ચિહ્નો તથા બેરિકેડિંગ પણ મૂકવામાં આવશે.