GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ફલાય ઓવર બ્રિજ 80.00 કરોડ રૂપિયાના ખર્ચે મંજુર

MORBI:મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ફલાય ઓવર બ્રિજ 80.00 કરોડ રૂપિયાના ખર્ચે મંજુર

 

 

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ફલાય ઓવર બ્રિજને નવી ડિઝાઈન સાથે બનાવવા માટે સરકારે મંજૂરી આપી છે. અગાઉ માત્ર 4 ખુલ્લા ગાળા અને માટીકામ એપ્રોચ વાળો મંજુર થયો હતો જેના બદલે હવે 16 ગાળા વાળો પુલ બનશે. મોરબીના ધારાસભ્યના પ્રયત્નો બાદ હાલમાં સરકારે આ પુલ માટે જોબ નંબર પણ ફાળવી આપ્યા છે.

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ફલાય ઓવરબ્રિજના કામને લઈ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સરકારમાં કરેલી રજુઆત બાદ તત્કાલીન સમયે સર્વે કરવામાં આવ્યો હતો અને બે ગાળાને બદલે 16 ગાળાનો પુલ બનાવવામાં ખર્ચ વધતો હોવાથી કામગીરી અટકી પડી હતી. બીજી તરફ ધારાસભ્ય દ્વારા પ્રજાજનોને પડતી હાલાકી અને બહેતર ભવિષ્ય માટે સરકારમાં રજુઆત કરતા અંતે ગઈકાલે સરકારે જૂની કામગીરીનું ટેન્ડર રદ કરી, જુના ઈજારદારને મુક્ત કરવા અને બાકી રહેતી કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માર્ગ અને મકાન વિભાગને આ પ્રોજેકટ માટે રૂપિયા 80 કરોડ મંજુર કરવામાં આવ્યા હોવાનું જાહેર કર્યું હતું. આ મંજૂરીથી મોરબી વિસ્તારના પ્રજાજનોમાં અતિ આનંદની લાગણી ફેલાય છે અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની યશકલગીમાં એક વધુ પીંછું ઉમેરાયું

Back to top button
error: Content is protected !!