સુરતના સિંગણપોર કંથેરીયા હનુમાન મંદિર ખાતે સવા લાખ રુદ્રાક્ષના શિવલિંગ તૈયાર કરાયા
25 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ભગવાન દેવાધિદેવ મહાદેવ પવિત્ર શ્રાવણ માસનો આજથી આરંભ થતા શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. ભગવાન શિવ ભોળાનાથના આશીર્વાદ લેવા શિવભક્તો મંદિરોમાં જઈને શિવલિંગ ઉપર જળાભિષેક, બીલીપત્ર, ફુલ, દૂધ, અન્ય પૂજા સામગ્રી થી દેવાજી દેવ મહાદેવને પૂજા અર્ચના કરી દર્શન સાથે ધન્યતા અનુભવશે. સિંગણપોર સ્થિત મંદિરમાં દેવાધિદેવ મહાદેવને રિઝવવા સવા લાખ રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર કર્યું છે. કંથેરીયા હનુમાન મંદિર દર્શનાર્થિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શ્રાવણમાસ નિમિત્તે સવા લાખ રુદ્રાક્ષ થી તૈયાર થયેલ શિવલિંગના દર્શન કરીને ધન્યતા અનુભવશે. આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ પૂર્ણ થયા બાદ એક રુદ્રાક્ષ ભક્તોને પ્રસાદીરૂપે આપવામાં આવશે. મંદિરના મહંત પ્રભુગીરી મહારાજએ જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષથી દર વર્ષે અમે શિવલિંગની સ્થાપના કરીએ છીએ. અને આખો શ્રાવણ માસ રહે છે. દર વર્ષે હરિદ્વાર થી રુદ્રાક્ષ લાવવામાં આવે છે. અને પ્રસાદીરૂપે ભક્તોને આપવામાં આવે છે. તસવીર અહેવાલ દીપકભાઈ રાવલ