MALIYA (Miyana:મોરબી જિલ્લાના માળીયા તાલુકાના જુના ઘાંટીલા ખાતે ખાધ પ્રોસેસીંગ ઉદ્યોગ સાહસિકોની શિબિર યોજાઈ
MALIYA (Miyana:મોરબી જિલ્લાના માળીયા તાલુકાના જુના ઘાંટીલા ખાતે ખાધ પ્રોસેસીંગ ઉદ્યોગ સાહસિકોની શિબિર યોજાઈ
દેશભરમાં અસંગઠિત ખાધ પ્રોસેસિંગ ક્ષેત્રમાં આશરે 25 લાખ ઉધોગો છે, કુલ એકમો પૈકી 66% એકમો ગ્રામિણ ક્ષેત્રોમાં હાલમાં કાર્યરત છે, 80 % જેટલા પરિવાર આધારીત એકમો છે, આ ઉધોગોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, આ બધી જ મુશ્કેલીઓમાં અત્યાધુનીક ટેકનોલોજી અને તેને સંલગ્ન સાધનો,તાલીમ,સંસ્થાકીય સહાયની ઉપલ્બધતા,ઉત્પાદનની ગુણવતાના માપદંડોની જાણકારીનો અભાવ અને બ્રાન્ડિંગ તથા માર્કેટીંગનો અભાવ વગેરે ખૂબ મહત્વના પરીબળો છે,જેના કારણે આ અસંગઠિતખાધ પ્રોસેસિંગ ઉધોગ પોતાની અનેકગણી ક્ષમતા પ્રમાણે વિકસિત થઈ શકતા નથી, જેને લઈને ઘાંટીલા ખાતે PMFME યોજના અંતર્ગત ખાધ પ્રોસેસિંગ ઉધોગ સાહસિકોની શિબિર યોજાઈ.
ગાંધીનગર ગુજરાત ફુડ સ્ટેટ પ્રોજેક્ટ મેનેજમેંટ યુનિટના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું આ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે PMFME યોજનાનાં પ્રોજેકટ મેનેજર હેતલ પાઠક સાહેબ SMPU- ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (EDII)એ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.