નારી વંદન ઉત્સવ સપ્તાહ, બનાસકાંઠા
3 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સરકારી વાણિજ્ય કોલેજ અમીરગઢ ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત સેમિનાર યોજાયો નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત અમીરગઢ સરકારી વાણિજ્ય કોલેજ ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે જાગૃતિ લાવવા માટે સેમિનારનું આયોજન કરાયું હતું. ગુજરાત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “નારી વંદન ઉત્સવ” અંતર્ગત તા.૦૧ થી ૦૭ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન વિવિધ થીમ આધારે ઉજવણી કરાશે. આ સેમિનારમાં ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત મહિલાઓના હકો, કાયદા અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ અંગે ઉપસ્થિતોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓના સર્વાંગીય વિકાસ સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય સહિત મહત્વના પરિબળો અને વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ સક્ષમ બને તે હેતુથી આયોજન કરાયું હતું.
આ સેમિનારમાં મહિલા અને બાળ અધિકારી શ્રી બી.કે. ગઢવી, કોલેજના પ્રિન્સિપાલશ્રી, ફિલ્ડ ઓફિસર શ્રી વી.એન. ચૌધરી તથા જેન્ડર સ્પેશ્યાલિસ્ટ શ્રીમતી મધુબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમમાં કોલેજના શિક્ષકશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીગણ ઉપસ્થિત રહ્યા હતા.