અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ટીંટોઈ ગામમાં નાની દીકરીઓ સામે ખોટા ઈશારા કરનાર શખ્સને લોકોએ પકડી મેથીપાક ચખાડી પોલીસને સોપ્યો
મોડાસા તાલુકાના ટીંટોઈ ગામમાં એક શંકાસ્પદ શખ્સે નાની દીકરીઓ સામે ખોટા ઈશારા કરતાં ગ્રામજનો સતર્ક બન્યા હતા. આ ઘટના બાદ ગામલોકોએ શખ્સને ઝડપી પાડ્યો અને તેને શિખામણ રૂપે મેથીપાક પણ ચખાડ્યો. ત્યારબાદ શખ્સને ટીંટોઈ પોલીસને સોપી દેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, શંકાસ્પદ શખ્સ ચોકલેટ બતાવી ગામની નાની દીકરીઓને લલચાવવાનો પ્રયાસ કરતો હતો અને ખોટા ઈશારા કરતા જોવા મળ્યો હતો. આ ઘટનાથી ગામમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. વિક્ષિપ્ત કે આ યુવક માનસિકતા ધરાવતો શખ્સ હોવાની આશંકા સાથે લોકોએ તેને ઝડપી પાડીને જાતે જ કાર્યવાહી કરી હતી.ટીંટોઈ પોલીસ મથકે શખ્સને સોંપી દેવામાં આવતા પોલીસે તેના પર શંકાસ્પદ હરકતો અંગે પુછપરછ શરૂ કરી છે.