વિજયનગર ખાતે સ્વયં શ્રી પ્રોજેકટ અંતર્ગત મંગલમ્ કેન્ટીનનું ઉદ્ઘાટન કરાયું હતું
વિજયનગર ખાતે સ્વયં શ્રી પ્રોજેકટ અંતર્ગત મંગલમ્ કેન્ટીનનું ઉદ્ઘાટન કરાયું હતું
**
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં આદિજાતિ વિસ્તારની આર્ટસ કોલેજ વિજયનગર ખાતે સ્વયં શ્રી પ્રોજેકટ અંતર્ગત રિલાયન્સ ફાઉન્ડેશન તથા બાયફ સંસ્થા ના સહયોગ થી જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાના વરદ હસ્તે મંગલમ્ કેન્ટીન નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આદિજાતિ વિસ્તારમાં કોલેજના વિદ્યાર્થીઓ સ્થાનિક વાનગીઓ માંણી શકે તેમજ સ્થાનિક મહિલાઓને આત્મ નિર્ભર બની રોજગારી મળે તે ઉદ્દેશ્ય થી આ સ્વયં શ્રી પ્રોજેકટ અંતર્ગત મંગલમ્ કેન્ટીનનું ઉદ્ઘાટન કરાયું.
આ પ્રસંગે ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી કે.પી .પાટીદાર , શ્રી એચ એમ પટેલ ટ્રસ્ટી શ્રી આર્ટસ કોલેજ વિજયનગર,શ્રી સાગર બોદર તાલુકા વિકાસ અધિકારી વિજયનગર,શ્રીમતી વર્ષાબેન મહેતા રિલાયન્સ ફાઉન્ડેશન,શ્રી રવિકાન્ત કુમાર બાયફ સંસ્થા,શ્રી ક્રિષ્ના રેડ્ડી બાયફ સંસ્થા તથા એન આર એલ એમ યોજના તેમજ બાયફ સંસ્થાના સ્વયંશ્રી પ્રોજેક્ટ નો જિલ્લા તથા તાલુકા કક્ષાના તમામ કર્મચારી શ્રી તેમજ સમસ્ત કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહેલ
જયંતિ પરમાર સાબરકાંઠા