HALVAD:હળવદ રેલવે સ્ટેશન ખાતે વોટર કુલર- RO પ્લાન્ટનું લોકાર્પણ કરતા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા
HALVAD:હળવદ રેલવે સ્ટેશન ખાતે વોટર કુલર- RO પ્લાન્ટનું લોકાર્પણ કરતા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા
મોરબી જિલ્લાના હળવદ રેલવે સ્ટેશન ખાતે રેલવે વિભાગ અને હળવદના પાટીયા ગૃપના સંયુક્ત ઉપક્રમે લોકોની પીવાના પાણીની સુવિધા માટે બનાવવામાં આવેલ વોટર કુલર- RO પ્લાન્ટનું સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
હળવદ રેલવે સ્ટેશન ખાતે સ્વ. શ્રી હસુમતીબેન મણીલાલ દવેના સ્મરણાર્થે પાટીયા ગૃપ અને રેલવે વિભાગ દ્વારા સંયુક્ત રીતે રાહદારીઓને પીવાનું શુદ્ધ અને ઠંડું પાણી મળી રહે તે માટે વોટર કુલર- RO પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, જેને મંત્રીશ્રીએ લોકાર્પિત કરી ખુલ્લો મુક્યો હતો.
આ પ્રસંગે સાંસદશ્રી ચંદુભાઈ શિહોરા, હળવદ ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, હળવદ નગરપાલિકાના પ્રમુખશ્રી ફોરમબેન રાવલ, જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી સહિત પદાધિકારીશ્રી / અધિકારીશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા