અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
જન્માષ્ટમીના દિવસે ટીંટોઈ પોલીસે 6 શકુનિયાઓને ઝડપી પાડ્યા છે જ્યારે 2 શકુનિયા પોલીસને ચકમો આપી ફરાર
જન્માષ્ટમીના દિવસે ટીંટોઈ પોલીસે 6 શકુનિયાઓને ઝડપી પાડ્યા છે જ્યારે 2 શકુનિયા પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યા હતા.મળતી માહિતી મુજબ, લાલપુર ગામની સીમમાં ડુંગર નજીક આવેલા ગૌચરની ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમાઈ રહ્યો હોવાની ગુપ્ત બાતમી મળતા ટીટોઇ પી.આઇ અમિત ચાવડા તથા તેમની ટીમે સ્થળ પર રેડ કરી હતી.આ કાર્યવાહી દરમિયાન પોલીસે છ જુગારીઓને ઝડપી પાડી રૂ. 1,06,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.ઝડપાયેલા જુગારી આરોપીઓ ટીંટોઈ ગામના વિજયસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ, સુભાષભાઈ નારણભાઈ ઓડ,પ્રકાશભાઈ દિનેશભાઈ કડીયા, રણવિરસિંહ લાલસિંહ દેવડા અને લાલપુર ગામના શનાભાઈ અમરતભાઈ કોટવાળ,કાળાભાઈ ધુળાભાઈ કોટવાળને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે બે ફરાર આરોપીઓમાં ટીંટોઇના રાકેશભાઈ સુરેશભાઈ ખાંટ,પંકજભાઈ ભવાનભાઈ રાવળને ઝડપવા માટે તીવ્ર શોધખોળ હાથ ધરાઈ છે.