GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં માતા એ ઠપકો આપતાં ઘરેથી નીકળી ગયેલ કિશોરી નું ૧૮૧ ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન

MORBI:મોરબીમાં માતા એ ઠપકો આપતાં ઘરેથી નીકળી ગયેલ કિશોરી નું ૧૮૧ ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન

 

 

માતાના ઠપકાથી માઠું લાગી આવતા ૧૭ વર્ષની કિશોરીએ ઘર છોડયુ

મહિલાઓની મદદ માટે સતત રાત દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે.

૧૮૧ મહિલા અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક કિશોરી રસ્તામાં આમતેમ ફરે છે તેમજ કિશોરી કોઈનું કઈ પણ માનતા નથી અને ખુબ જ ગભરાયેલી છે અને કિશોરી રડે છે કિશોરી ચિંતામાં છે માટે કિશોરી નાં મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ની જરૂર છે

જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ ભુમીબેન તેમજ પાયલોટ રસીકભાઇ ઘટના સ્થળે કિશોરી નાં મદદ માટે પહોંચ્યા હતા કિશોરી ને ત્યાંના લોકોએ સુરક્ષિત રીતે બેસાડેલા હતાં સૌપ્રથમ કિશોરી ને સાંત્વના આપી તેમજ ૧૮૧ ટીમ દ્વારા કિશોરી સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો કિશોરી ખુબ જ ગભરાયેલી હતી તેથી સાંત્વના આપેલ અને કિશોરી ને મોટીવેટ કરેલ.

ત્યારબાદ કિશોરીનું ખુબ જ સંવેદનશીલતા પૃવૅક કાઉન્સિલીગ કર્યું કાઉન્સિલીગ દરમિયાન કિશોરીએ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે કિશોરી તેમના માતા અને ભાઈ સાથેના પરિવાર સાથે રહે છે કિશોરીનો ભાઈ સાત મહિના નો હતો ત્યારથી તેમના પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા ત્યાંરથી બંને ભાઈ બહેન તેમના માતા સાથે રહે છે વધુમાં કિશોરી એ જણાવ્યું કે કામકાજ બાબતે તેમના માતા સાથે કિશોરીને અવર નવાર ઝગડા થયા કરે છે અને વારંવાર અપશબ્દો બોલતા હોય જેથી કંટાળીને મધ્ય રાત્રિએ ઘર છોડીને કોઈને પણ જાણ કર્યા વગર નીકળી ગયેલ ત્યારબાદ કિશોરીને ઘરે જઈ ૧૮૧ ટીમે કિશોરીના પરિવારના સભ્યોમાં માતા અને ભાઈ સાથે વાતચીત કરી અને સમગ્ર બાબતે કિશોરીના માતા એ જણાવેલ ત્યારે કિશોરીની માતાએ જણાવેલ કે તેઓ તેના પતિની ગેરહાજરીમાં બંને બાળકોનું જતન કરે છે હું મજુરી કામ કરીને મારા બાળકોની બધી જ જવાબદારી પુરી કરું છું છતાં માંરી દિકરી ઘરમાં કોઈનું કાઈ પણ માનતી નથી અને ઘર કામકાજ બાબતે કઈ પણ બોલું તો મારા સામે મોટા અવાજે બોલે છે અને વારંવાર ઘરની બહાર નીકળી જાય છે

ત્યારબાદ ૧૮૧ ટીમે પરિવાર અને કિશોરી ને સલાહ સુચન અને માગૅદશૅન આપેલ તેમજ માતા અને ભાઈ ને કિશોરી સાથે અયોગ્ય વર્તન ન કરવાં તેમજ કિશોરી સાથે મારઝુડ ન કરવાં બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી કિશોરીના માતા અને ભાઈ ને કિશોરી નું ધ્યાન રાખવા અને તેમને શિક્ષણ આપવા તેમના માતા ને જણાવેલ સાથે સાથે કિશોરીને પણ નાની નાની બાબતે ઘર છોડીને ન જવા અને માતાને ઘરના કામકાજમાં મદદ કરવા સમજાવેલ

આમ કિશોરી એ જીવનમાં ક્યારેય પણ ઘરેથી નહીં નીકળવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને રાજી ખુશીથી તેમના પરિવાર સાથે રહેવા જણાવેલ કિશોરી નાં પરિવાર જનોને ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.

Back to top button
error: Content is protected !!