૭૬ મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ- ૨૦૨૫ નો કાર્યક્રમ નવસારી જિલ્લાનાં દાંડીના સમર્પણ આશ્રમ ખાતે યોજાયો.
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વૃક્ષોનું જતન કરી એની જાળવણી કરવી એ આપણી સૌની પ્રથમ ફરજ છે.
આપણે સૌ ભેગા મળી વન વિભાગની સહાયનો લાભ લઈ નવસારીને વધુ હરિયાળું બનાવીએ અને પર્યાવરણની સાચવણી માટે સંકલ્પ લઈએ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં ” પર્યાવરણના જતન થકી રાષ્ટ્ર્ર વિકાસમાં સહભાગી થઈએ ” થીમ હેઠળ સમર્પણ આશ્રમ દાંડી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈના અધ્યક્ષતા હેઠળ નવસારી જિલ્લાનો ૭૬ મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
<span;>” વૃક્ષ એક – આશા અનેક ” ભારતીય સંસ્કૃતિમાં છોડને રણછોડ તરીકે માનવામાં આવે છે. હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ, ભૂગર્ભ તળ ઊંડા જવા, અનિયમિત વરસાદ, પાણીની અછત અને ગરમીમાં વધારો જેવી કુદરતી આફતો પરિબળો પર્યાવરણ સામેના પડકારો છે. સરકાર દ્વારા યોજવામાં આવતો “વન મહોત્સવ” એક એવો કાર્યક્રમ છે, જે વૈશ્વિક પર્યાવરણની સમસ્યાને નાથવા માટે શરૂ કરવામાં આવ્યો છે. સરકારશ્રીના વન વિભાગ વૃક્ષો, વન્ય જીવો અને પ્રકૃતિ માટે નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યો છે.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષશ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈએ પ્રાસંગિક ઉદબોધન આપતા કહ્યું હતું કે, વૃક્ષો એ આપણા જીવન સાથે વણાયેલા છે. આપણા નવસારીના ખેડૂતો વાર-તહેવારે કે પ્રસંગોમાં વર્ષોથી વૃક્ષોની પૂજા કરતા આવ્યા છે. વૃક્ષોનું જતન કરી એની જાળવણી કરવી એ આપણી સૈની પ્રથમ ફરજ છે.વધુમાં એમણે ઉમેર્યુ હતું કે , આપણે સંસ્કૃતિનું તો રક્ષણ કરીએ જ છીએ, સાથે સાથે પ્રકૃતિનું પણ રક્ષણ કરીએ. વર્ષ ૨૦૦૪માં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વન મહોત્સવની શરૂઆત કરી હતી, જેના પરિણામ સ્પરૂપ રાજયમાં અનેક વન નિર્માણ પામ્યા છે. ખેડૂત ભાઈઓ-બહેનો પોતાના ખેતરો ફરતે ઓછામાં ઓછા ૧૦ વૃક્ષો વાવીને તેનું જતન કરે તે જરૂરી છે. એ માટે તમને જોઈએ એવા વૃક્ષો આપવા માટે સરકારશ્રીનો વન વિભાગ સદાય તત્પર રહ્યો છે. આપણે સૌએ ભેગા મળીને વન વિભાગ તરફથી મળતી આ સહાયનો લાભ મેળવી નવસારીની ધરતીને હજી વધુ હરિયાળી બનાવવાની છે.
આ ઉપરાંત ઉપસ્તિથ સૌને અનુરોધ કરતા જણાવ્યું કે , આપણે વૃક્ષોનુ જતન કરીશું તો એ જ વૃક્ષો ભવિષ્યમાં આપણું જતન કરશે. તમામ પ્રકારે વૃક્ષો આપણને જરૂરી છે. વૃક્ષોના આયુષ્ય સાથે આપણું આયુષ્ય જોડાયેલું છે. નિરોગી જીવન જીવવા માટે આપણી આસપાસનો વિસ્તાર હરિયાળો હોય એ જરૂરી છે.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદ હસ્તે ગ્રામ પંચાયત ધારાગીરી તથા ધનોરી ગ્રામ પંચાયતને ચેક વિતરણ તથા વૃક્ષારોપણ તથા પર્યાવરણ જાળવણીના ક્ષેત્રેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સમાજિક વનીકરણ વિભાગના રેજ ફોરેસ્ટ અધિકારીશ્રીઓ કર્મચારીઓ તથા નવસારી જિલ્લાની સમાજિક સંસ્થાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા . પર્યાવરણના સરંક્ષણ પ્રત્યે મહાનુભાવો સહિત ઉપસ્થિત સર્વ લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી .
વન મહોત્સવના આ કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા આશ્રમના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
સાથે વૃક્ષરથને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ વૃક્ષ રથના માધ્યમથી છોડનું વિતરણ કરીને પર્યાવરણના જતનનો સંદેશ સમગ્ર લોકો સુધી પહોંચાડવામાં આવશે.
આ કાર્યક્રમમાં વન ઉતર ડાંગ નાયબ વન સરંક્ષકશ્રી મુરારીલાલ મીણા , નવસારી સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સરંક્ષકશ્રી ઉર્વશી પ્રજાપતિ , મદદનીશ નાયબ વન સંરક્ષકશ્રી કેયુર પટેલ , નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ કે રાય , જલાલપોર મામલતદાર શ્રી મૃણાલ ઇસરાણી , તાલુકા પંચાયત ચીખલી પ્રમુખશ્રી રાકેશભાઈ દેસાઈ , તાલુકા પંચાયત ખેરગામ પ્રમુખ શ્રી રાજેશભાઈ દેસાઈ , દાંડીના સરપંચશ્રી નિકિતાબેન પટેલ , સમર્પણ આશ્રમ દાંડીના સંચાલકો , શાળાના વિધાર્થીઓ , વન વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.