એક સમયે શાળાના વિદ્યાર્થી કમલેશભાઈ પટેલ આજે તે જ શાળાના શ્રેષ્ઠ આચાર્ય સાબિત થયા
એક સમયે શાળાના વિદ્યાર્થી કમલેશભાઈ પટેલ આજે તે જ શાળાના શ્રેષ્ઠ આચાર્ય સાબિત થયાર
તાહિર મેમણ – આણંદ -:04/08/2025 – દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના શિક્ષક તરીકેના ઉત્કૃષ્ટ પ્રદાનને યાદ કરતા તેમના જન્મદિવસ પાંચમી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે.ગુજરાત સરકાર દર વર્ષે શિક્ષક દિન નિમિત્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરે છે. આ વર્ષે રાજ્ય સ્તરે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની શ્રેણીમાં “શ્રેષ્ઠ આચાર્ય” તરીકે સન્માનિત થનારા આણંદના ખંભાત તાલુકાના રાલેજ સ્થિત શ્રીમતી કે.ડી પટેલ હાઇસ્કુલના આચાર્યશl ડૉ.કમલેશકુમાર એમ. પટેલની શ્રેષ્ઠ આચાર્ય તરીકે પસંદગી કરવામાં આવી છે. એક સમયનો વિધાર્થી આજે તે જ શાળાનો સફળ સુકાની બનીને શાળાને શ્રેષ્ઠ શાળા બનાવી
ભૂતકાળમાં શ્રીમતી કી.ડી પટેલ હાઇસ્કુલના વિદ્યાર્થી રહી ચૂકેલા કમલેશભાઈ ૧૦ વર્ષ સુધી આ જ શાળામાં શિક્ષક તરીકે તથા ૧૫ વર્ષથી આ જ શાળાના આચાર્ય તરીકે કર્મનિષ્ઠ ભૂમિકામાં પોતાની ફરજ અદા કરે છે.
વર્ષ ૨૦૧૦માં કેળવણી મંડળ રાલેજ દ્વારા કમલેશભાઈને શાળાનું સુકાન સંભાળવાની તક આપતા જ તેમણે ગામના બાળકોને ઉત્તમ ગુણવત્તાનું શિક્ષણ મળી રહે અને શાળા શ્રેષ્ઠતમ શિખરો સર કરે તે દિશામાં પ્રયત્નો ચાલુ કર્યા. શાળાના આચાર્ય બન્યા બાદ કમલેશભાઈએ શાળાની ભૌતિક સુવિધાઓમાં વધારો કર્યો તેમજ ગ્રાન્ટેડ સામાન્ય પ્રવાહના વર્ગો પણ શરૂઆત કરાવ્યા.