MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે કોમી એખલાસ નું છવાયું માહોલ.

MORBI:મોરબી મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે કોમી એખલાસ નું છવાયું માહોલ…

 

 

ઈદ ના પવિત્ર પર્વ ની ઉજવણી મોરબી ના વિખ્યાત સેવાભાવી અલરજા ગ્રુપ ના આગેવાનો ની ઉપસ્થિતિ માં કરાઈ.


અલરજા ગ્રુપ દ્વારા આશ્રય ગૃહ ના આશ્રિત બાળકો ના હાથે કેક કાપી ને ઊજવણી કરવામાં આવી.આ તકે તમામ આશ્રિત માસૂમ બાળકો ને કીટ પણ અલરજા ગ્રુપ તરફથી ઈદ ના પવિત્ર પર્વ નીમિતે ભેટ તરીકે આપવામાં આવી હતી.. સાથે તમામ ને નાસ્તો કરાવવાં માં આવ્યો હતો.ગણેશ મહોત્સવ ના પવિત્ર સ્થળે ખેસ પહેરાવી આશ્રય ગૃહ ના સંચાલક પ્રતિનિધિઓ દ્વારા અલરજા ગ્રુપ ના આગેવાનો આસિફભાઈ રહીમભાઈ ઘાંચી,( પૂર્વ ચેરમેન નગર પાલિકા,)મોહસિનભાઈ વડારિયા, (કારોબારી સદસ્ય પ્રદેશ લઘુમતી મોરચા, ગુજરાત,) સહિત ના આગેવાનો નું સન્માન કરાયું હતું. હિન્દુ મુસ્લિમ ભાઈચારા ના ઉત્કૃષ્ટ ઉદાહરણ સમાન આ પવિત્ર ઉજવણી માં અલરજા ગ્રુપ ના આગેવાનો અને સેવાભાવી મુસ્લિમ કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં અંત મા સમગ્ર દેશ માં કોમી એખલાસ અને ભાઈચારા નું માહોલ સદાય રહે તેવી સૌ એ પ્રાર્થના કરી હતી. સંચાલકો દ્વારા આ ઉત્તમ માનવતાવાદી વિચારધારા બદલ અલરજા ગ્રુપ નો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો..

Back to top button
error: Content is protected !!