ARAVALLIGUJARATMODASA

અરવલ્લી: દારૂની ખેપ મારતા પંકજ પરમાર નામના પોલીસકર્મીને શામળાજી પોલીસે મુદ્દામાલ સાથે દબોચ્યો

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: દારૂની ખેપ મારતા પંકજ પરમાર નામના પોલીસકર્મીને શામળાજી પોલીસે મુદ્દામાલ સાથે દબોચ્યો

અરવલ્લી જિલ્લામાં પોલીસ અધિકક્ષક તરીકે માનોહર સિંહ જાડેજાએ જ્યારથી ચાર્જ સંભાડયો છે ત્યારથી અરવલ્લી પોલીસ સક્રિય થઈ છે.રોજ હજારોનો દારૂ ઝડપી લેવામાં પોલીસને હાલ તો સફળતા મળી રહી છે.અરવલ્લી જિલ્લામાં ભૂતકાળમાં દારૂ કેસમાં પોલીસ ચર્ચામાં રહી છે.પોલીસ દ્વારા દારૂ જડપવો અને એજ દારૂને સગેવગે કરી બુટલેગરની ભૂમિકા ભજવવી,પોલીસ અને બુટલેગર વચ્ચે ભાઈબંધી જેવી અનેક ઘટનાઓ એ પોલીસે જ પોલીસને કાળા ટીલા લગાવ્યા છે.પરંતુ હવે દારૂ સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ લાવવાનો પોલીસવડાનો અભિગમ સફળ નિવળશે એવી જનતા આશા સેવી રહી છે.શામળાજી પોલીસે દારૂની ખેપ મારતા અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતો અને મૂળ બાયડના આમોદરા ગામના વતની પંકજ પરમાર નામના પોલીસ કર્મી કારના ગુપ્ત ખાનામાંથી ૧.૧૬ લાખ કિંમતના દારૂની ખેપ મારતા શામળાજી પોલીસે દબોચી લીધો હતો.દારૂ સહિત કુલ ૩.૨૩ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી શામળાજી પોલીસે પંકજ પરમાર નામના પોલીસ કર્મી આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી સાથે વધુ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!