નવસારી ખાતે પ્રધાનમંત્રી માઇક્રો ફૂડ પ્રોસેસિંગ ફોર્મલાઇઝેશન એન્ટરપ્રાઇઝ યોજના અંત્તર્ગત વર્કશોપ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*પ્રોસેસીંગને લગત ઉદ્યોગ માટે મશીનરી ખરીદવા સહાય અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી એક દિવસીય વર્ક-શોપનુ આયોજન કરાયું*
નવસારી જિલ્લામાં આજરોજ નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા પ્રધાનમંત્રી માઇક્રો ફૂડ પ્રોસેસિંગ ફોર્મલાઇઝેશન એન્ટરપ્રાઇઝ (PMFME) યોજના અંત્તર્ગત ફૂડ પ્રોસેસીંગને લગત ઉદ્યોગ માટે મશીનરી ખરીદવા સહાય અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી એક દિવસીય વર્ક-શોપનુ આયોજન ક્રુષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે કરવામાં આવ્યું હતુ.
આ વર્કશોપમાં શ્રી ડી.કે.પડાળીયા નાયબ બાગાયત નિયામક દ્વારા PMFME યોજનાનો હેતુ, યોજનાનો લાભ લેવા માટેના માપદંડ, અરજી કરવા માટે તથા અરજી મંજુર કરવા માટેની પ્રક્રિયા તેમજ ફૂડ પ્રોસેસીંગમાં કઇ પ્રોડક્ટ માટે અરજી કરી શકાય વિગેરે બાબતે સવિસ્તાર માહિતિ આપવામાં આવી હતી. કે.વિ.કે.નવસારીના વડાશ્રી સુમીત સાલુંકેએ ફૂડ પ્રોસેસીંગ તથા પોસ્ટ હાર્વેસ્ટ દ્વારા થતા ફાયદા તેમજ આર્થિક સ્થિતિમાં થયેલ સુધારા બાબતે જણાવ્યું હતું. તદ્દઉપરાંત PMFME યોજનાના DRP શ્રી કેયુરભાઈ પટેલ દ્વારા વર્ક શોપમાં આવેલ લાભાર્થીઓને મુઝવતા પ્રશ્નોનુ નિરાકરણ કરી તેમના અનુભવ તેમજ ફીડ બેક પણ લેવામાં આવ્યાહતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતુ.