વિશ્વના ૫૪ ટકા દેશોમાં પ્રેસની આઝાદી 50 વર્ષોમાં સૌથી નીચે
સ્ટોકહોમ : ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયુટ ફોર ડેમોક્રસી એન્ડ ઇલેક્ટોરલ આસિસ્ટન્સ દ્વારા હાથ ધરાયેલ સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ૫૦ વર્ષોમાં પ્રેસની આઝાદી સૌથી નીચે ગઇ છે. તેમાંયે છેલ્લા પાંચ વર્ષમાં (૨૦૧૯ થી ‘૨૪) તો તે લગભગ તળીયે આવી ગઈ છે. વિશ્વના ૫૪ ટકા દેશોમાં આ સ્થિતિ છે.
આ સંસ્થાનો અહેવાલ વધુમાં જણાવે છે કે અફઘાનિસ્તાન, બુર્કીના ફાસો અને દક્ષિણ કોરિયા પણ પ્રેસ ઉપર બંધનો કઠોર બની ગયાં છે.
સંસ્થાનો અહેવાલ વધુમાં જણાવે છે કે પત્રકારો વિરૂદ્ધ સરકાર અને તેના રાજકીય સહયોગીઓ દ્વારા શરૂ કરાતા માનહાનિ કેસો અને પત્રકારોના આવાસો ઉપર કરાતી છાપામારી દ્વારા પ્રેસ ને દબાવી દેવા પ્રયત્નો થાય છે. આ સંસ્થાના મહામંત્રી કેસાસ જમોર કહે છે કે લોકતાંત્રિક સ્વાસ્થ્યના મુખ્ય સંકેતોમાં આટલી તે જ ગિરાવટ પહેલાં જોવા મળી ન હતી. દરેક ખંડોના જુદા જુદા ૪૩ દેશોમાં હાથ ધરાયેલી સર્વે પ્રમાણે યુરોપના ૧૫ દેશો પણ સામેલ છે. આફ્રિકાના પણ ૧૫ દેશો સામે છે.
આ રીપોર્ટમાં પ્રેસની સ્વતંત્ર સંબંધે ભારત માટે કશું કહેવામાં આવ્યું નથી. પરંતુ બીજાં પ્રકરણમાં ન્યાયપાલિકા અને વિપક્ષી દળાનેી સ્વતંત્રતા અંગે કહેવામાં આવ્યું છે. સાથે ચૂંટણીપંચની નિષ્પક્ષતાની પ્રશંસા કરી છે અને કહ્યું છે ભારતમાં ચૂંટણી પંચે તેઓની નિષ્પક્ષતા જાળવી રાખી છે. તેમ કહેતાં ચૂંટણી પંચની પહેલાં એવું મનાતું હતું કે ભારતીય જનતા પાર્ટી વિપક્ષને દબાવવા સરકારી સાધનોનો ઉપયોગ કરશે પરંતુ તેવું થયું નથી.
આમ છતાં જ્યારે તે પણ કબુલે છે કે ડીસ્ઇર્મેશનનો ઘણો નકારાત્મક પ્રભાવ છે કે આવી પરિસ્થિતિ મહામારી કોરોના ઊભી થઈ હતી તેવી પરિસ્થિતિ પ્રેસ માટે મહામારી વિના પણ ઊભી થવા સંભવ છે.