અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : જિલ્લાના વિવિધ વિસ્તારમાં રાત્રિના સમયે લાકડાની હેરાફેરી કાયદેસર કે ગેરકાયદેસર..? વધુ એક વિડિઓ આવ્યો સામે
અરવલ્લી જિલ્લામાં હવે કઈ જગ્યાએ ભ્રષ્ટાચાર નથી થતો તે સવાલ ઉભો થયો છે. રોડ રસ્તાઓ, વન વિભાગ,સિંચાઈ, સહિત, જિલ્લા પંચાયત ના કામો ને લઇ ભ્રષ્ટાચાર ની બુમો ઉઠી છે જેને લઇ જાગૃત નાગરિકો તેમજ સામાજિક આગેવાનોએ અને સંગઠનો એ પણ અવાજ ઉઠાવ્યા છે પરંતુ ભ્રષ્ટાચાર ફાલ્યોફુલ્યો હોય તેવું લાગી રહ્યું છે
વનવિભાગના અધિકારીઓ આ પણ જો જો..! જરા અરવલ્લી જિલ્લામાં હવે રાત્રિના સમયે લાકડાની હેરાફેરી થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેને લઇ હવે અનેક સવાલો ઊભા થયા છે કે શું આ લાકડાની હેરાફેરી કાયદેસર કે ગેરકાયદેસર તે સવાલ છે મોડાસા વિસ્તારમાં બાજકોટ વિસ્તારના રસ્તા પર થઈને એક ટ્રેક્ટર લાકડા ભરી પસાર થયાનો વિડિઓ જાગૃત નાગરિકે પોતાના મોબાઇલ માં કેદ કર્યો હતો અને હાલ વિડિઓ ને લઇ અનેક સવાલો ઊભા થયા છે આ લાકડા ની હેરાફેરી કોના રહેમ હેઠળ ચાલી રહી છે તે પણ સવાલ છે. બીજી બાજુ વીસ એક દિવસ પહેલા મેઘરજ તાલુકાના વિસ્તારમાં પણ ચાલુ વરસાદે વિસ્તારમાં માણસો લાકડા ટ્રક મા ભરેલા તેમજ ક્રેન સાથે જોવા મળ્યા હતા અને સવાલો ઊભા થયા હતા કે આ કાયદેસર કે ગેરકાયદેસર ત્યારે હવે વનવિભાગ સામે પણ અનેક સવાલો ઊભા થયા. પરંતુ આ બધી બાબતો વચ્ચે જે લાકડાઓ ની હેરાફેરી કોની રહેમ નજર હેઠળ ચાલે છે તે જોવું જરૂરી છે જોકે જે પ્રકારે વિડિઓ સામે આવ્યા છે જેને લઇ વન વિભાગ નિંદ્રામાં હોય તેવો ઘાટ છે. આ બાબતે વનવિભાગ ના ઉચ્ચ અધિકારીઓ ધ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી છે જેને લઇ સત્ય શું છે તે જાણી શકાય.