GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબીના આલાપ રોડપર દેશીદારૂ ભરેલી રીક્ષા સાથે મહિલા સહિત બે ઝડપાયા
MORBI મોરબીના આલાપ રોડપર દેશીદારૂ ભરેલી રીક્ષા સાથે મહિલા સહિત બે ઝડપાયા
મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આલાપ રોડ ઉપર આવેલ પાણીના ટાંકા પાસેથી શંકાસ્પદ રીતે પસાર થતી જીજે – 36 – ડબ્લ્યુ – 3028 નંબરની સીએનજી રીક્ષા અટકાવી તલાશી લેતા રીક્ષા ચાલક આરોપી રવિ રઘુભાઈ દેગામાં અને આરોપી મનીષાબેન સુરેશભાઈ થરેશાના કબ્જામાંથી 150 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 30 હજાર મળી આવતા 30 હજારની રીક્ષા સહિત 60 હજારનો મુદ્દામાલ કબજે કરી બન્ને આરોપીઓને અટકાયતમાં લીધા હતા. આ દરોડામાં આરોપીઓએ નવઘણ ઉર્ફે નઘો દેગામાંની સંડોવણી કબુલતા પોલીસે નવઘણને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.